સુપરસ્ટાર સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગનો મામલો હજુ શાંત થયો નથી. આ ઘટના બાદ સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી હતી, ત્યારે આ કેસમાં સામેલ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી. આ કેસને લઇને વધુ એક અપડેટ સામે આવ્યુ છે. સલમાનના ઘરે ફાયરિંગમાં સામેલ એક આરોપી અનુજ થાપને પોલીસ કસ્ટડીમા આત્મહત્યા કરી લીધી છે. જ્યારે અનુજે આત્મહત્યાનો પ્રયાસ કર્યો ત્યારે તે પોલીસ કસ્ટડીમાં હતો.
પોલીસ દ્વારા ધરપકડ કરાયેલા એક આરોપી અનુજ થપાને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ પછી તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો, જ્યાં હોસ્પિટલ તંત્ર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો. ફાયરિંગ કરનાર આરોપીઓને હથિયાર સપ્લાય કરવાના ગુન્હામાં મુંબઇ પોલીસે અનુજ થાપનની ધરપકડ કરી હતી.
એક અઠવાડિયા પહેલા પોલીસે કાર્યવાહી કરીને પંજાબમાંથી બે આરોપીઓ ૩૭ વર્ષીય સોનુ સુભાષ ચંદ્રા અને ૩૨ વર્ષીય અનુજ થાપનની ધરપકડ કરી હતી.
અનુજ લોરેન્સ બિશ્નોઈ ગેંગના સંપર્કમાં હતો. તે ટ્રક હેલ્પર તરીકે કામ કરે છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતની તાપી નદીમાંથી એક પિસ્તોલ અને કેટલાક જીવતા કારતુસ મળી આવ્યા હતા. બ્રાન્ચનો દાવો છે કે, આ એ જ હથિયારો હતા જેનો ઉપયોગ ૧૪ એપ્રિલે સલમાન ખાનના ઘરે ફાયરિંગ માટે કરવામાં આવ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર આ હથિયારો અનુજ અને સુભાષ દ્વારા સપ્લાય કરવામાં આવ્યા હતા.