વિશ્વ ટૂના દિવસ દર વર્ષે ૨ મેના રોજ વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે. પ્રથમ વખત ૨ મે ૨૦૧૭ ના રોજ વિશ્વ ટૂના દિવસ મનાવવામાં આવ્યો હતો.

વર્લ્ડ ટૂના દિવસ દર વર્ષે ૨ મેના રોજ વૈશ્વિક સ્તરે ઉજવવામાં આવે છે. આજે ૨ મે ૨૦૨૪ ના રોજ વર્લ્ડ ટૂના દિવસની ઉજવણી થવા જઈ રહી છે. આ દિવસની સ્થાપના યુનાઇટેડ નેશન્સ (યુએન) દ્વારા ટૂના માછલીના મહત્વ વિશે જાગૃતિ લાવવા માટે કરવામાં આવી છે. ૨૦૧૭ માં પહેલી વખત તેની ઉજવણી કરવામાં આવી હતી. યુનાઇટેડ નેશન્સના જણાવ્યા અનુસાર, વિશ્વના ઘણા દેશો ખોરાકની સુરક્ષા અને પોષણ બંને માટે ટૂના માછલી પર નિર્ભર છે. હાલમાં ૯૬ થી વધુ દેશોમાં ટૂના ફિશનું વાવેતર થાય છે અને તેની ક્ષમતા સતત વધી રહી છે.
વિશ્વ ટૂના દિવસનો ઇતિહાસ
યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલી દ્વારા ડિસેમ્બર ૨૦૧૬ માં વિશ્વ ટૂના દિવસની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. જેમનો ઉદ્દેશ સંરક્ષણ વ્યવસ્થાપનના મહત્વને સ્પષ્ટ કરવાનો હતો અને ખાતરી કરવાનો હતો કે ટૂનાને સંકટમાંથી બચાવવા માટે એક સિસ્ટમની જરૂર છે. પ્રથમ વખત ૨ મે ૨૦૧૭ ના રોજ વિશ્વ ટૂના દિવસ મનાવવામાં આવ્યો હતો.
ટૂના માછલીને આખરે શું છે ખતરો
ટૂના માછલીની સમગ્ર વિશ્વમાં ભારે માંગ છે. દરેક દેશમાં તેના ગ્રાહકોની સંખ્યા સૌથી વધુ છે, જેના કારણે છેલ્લા કેટલાક વર્ષોમાં લોકોની માંગણીની સરખામણીમાં માછલીઓનો પુરવઠો ઓછો થયો છે, જે બાદ આ માછલીનું અસ્તિત્વ ખતરામાં છે. આ માછલીનો વિશ્વભરમાં મોટા પાયે શિકાર કરવામાં આવે છે, જેથી માનવીય જરૂરિયાતો પૂરી થઈ શકે. પરંતુ અફસોસની વાત એ છે કે છેલ્લા કેટલાક વર્ષોથી જે રીતે આ માછલીનો શિકાર ઝડપથી વધ્યો છે તેના અસ્તિત્વ પર ખતરો છે.
ટૂના માછલી ક્યાં જોવા મળે છે?
મોટાભાગની ટૂના માછલી ભૂમધ્ય સમુદ્ર, એટલાન્ટિક મહાસાગર, પ્રશાંત મહાસાગરમાં જોવા મળે છે. ટૂનાની ૪૦થી વધુ પ્રજાતિઓ સામેલ છે, પરંતુ ટૂનાના સતત શિકારને કારણે હવે તે લુપ્ત થવાના આરે પહોંચી ગયું છે. તેથી તેમને લુપ્ત થવાથી બચાવવા માટે દર વર્ષે ૨ મેના રોજ વિશ્વ ટુના દિવસ ઉજવવામાં આવે છે.