પીએમ મોદીએ કહ્યું કે, મેં અગાઉ પણ કહ્યુ હતું કે, શેહજાદા વાયનાડમાં પણ ચૂંટણી હારી જશે અને તેથી તે બીજી સીટ માટે જોશે. હવે તે અમેઠીમાં લડાઈથી ડરી ગયા છે અને રાયબરેલી ભાગી ગયા છે. હું તેમને કહેવા માંગુ છું, ડરો મત… ભાગો નહિ.
દેશમાં લોકસભાને લઈ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બર્ધમાન પહોંચીને ચૂંટણી રેલીને સંબોધી હતી. આ દરમિયાન પીએમ મોદીએ કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો હતો. પીએમ મોદીએ કહ્યું, મેં પહેલા કહ્યું હતું કે રાહુલ ગાંધી વાયનાડ હારી રહ્યા છે અને તેઓ નવી સીટ શોધી રહ્યા છે. તેમના શિષ્યો સ્પષ્ટપણે કહી રહ્યા હતા કે તેઓ અમેઠીથી લડશે. પરંતુ તેઓ એટલા ડરી ગયા છે કે તેઓ વાયનાડથી ભાગીને રાયબરેલી પહોંચી ગયા છે. તે દેશભરમાં કહીને ફરે છે કે ડરો મત… ડરો મત. આજે હું પણ કહેવા માંગુ છું કે ડરો મત… ભાગો નહિ.
પીએમ મોદીએ કહ્યું કે, હું એ પણ જણાવવા માંગુ છું કે કોંગ્રેસ પહેલા કરતા ઓછી સીટો પર જવાની છે. આ વખતે ચૂંટણી પહેલા કરતા ઓછી સીટો પર લડવામાં આવી રહી છે. વિપક્ષી ગઠબંધન INDIAને લઈ પીએમ મોદીએ કહ્યું કે, તેઓ ચૂંટણીના મેદાનનો ઉપયોગ ચૂંટણી જીતવા માટે નહીં પરંતુ દેશના ભાગલા પાડવા માટે કરી રહ્યા છે. આ ગઠબંધન માત્ર એક વોટ બેંકને સમર્પિત છે.
પીએમ મોદીએ કહ્યું કે, આ ચૂંટણીનું પરિણામ સ્પષ્ટ છે. કોઈ અભિપ્રાય સર્વેની જરૂર નથી. મેં અગાઉ પણ કહ્યું હતું કે, તેમના મોટા નેતાઓ ચૂંટણીનો સામનો નહીં કરે અને ભાગી જશે. તે રાજસ્થાનથી ભાગીને રાજ્યસભાના પાછલા દરવાજેથી સંસદ પહોંચ્યા છે. શેહજાદા વાયનાડમાં પણ ચૂંટણી હારી જશે અને તેથી તે બીજી સીટ માટે જોશે. હવે તે અમેઠીમાં લડાઈથી ડરી ગયા છે અને રાયબરેલી ભાગી ગયા છે. હું તેમને કહેવા માંગુ છું, ડરો મત… ભાગો નહિ.
રાહુલ ગાંધી હવે રાયબરેલીથી તેમની રાજનીતિને આગળ લઈ જતા જોવા મળી શકે છે. છેલ્લા વર્ષોમાં યુપીમાં કોંગ્રેસની સ્થિતિ ઘણી ખરાબ થઈ છે. લોકસભા ચૂંટણી ૨૦૧૯ માં કોંગ્રેસ માત્ર એક સીટ રાયબરેલી જીતવામાં સફળ રહી હતી. હવે કોંગ્રેસનો આ ગઢ બચાવવાનો પડકાર રાહુલ ગાંધી સામે આવશે.