રાજસ્થાનમાં બાળલગ્ન થશે તો પંચ-સરપંચ જવાબદાર રહેશે

રાજસ્થાન હાઈકોર્ટે સરકારને આપ્યો મોટો આદેશ.

રાજસ્થાનમાં હજુ પણ ચાલી રહેલા બાળ લગ્ન અંગે હાઇકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. હાઇકોર્ટે કહ્યું છે કે જો રાજ્યના કોઈ પણ ગામમાં બાળ લગ્ન થશે તો તેના માટે તે ગામના પંચ અને સરપંચ જવાબદાર રહેશે. અક્ષય તૃતીયા પહેલા હાઇકોર્ટે રાજ્ય સરકારને એ સુક્ષિત કરવા આદેશ આપ્યો છે કે રાજ્યમાં કોઈ બાળ લગ્ન ના થાય, કારણ કે બાળલગ્નની ઘણી ઘટનાઓ મુખ્યત્વે અક્ષય તૃતીયા પર બને છે. આ વખતે ૧૦ મેના રોજ અક્ષય તૃતીયા છે.

બાળ લગ્ન રોકવા માટે હસ્તક્ષેપની માંગણી કરતી પીઆઈએલની સુનાવણી કરતા હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે તેના આદેશમાં જણાવ્યું હતું કે બાળ લગ્ન પ્રતિબંધ અધિનિયમ ૨૦૦૮ લાગુ કરવા છતાં રાજ્યમાં હજુ પણ બાળ લગ્ન થઈ રહ્યા છે. જો કે, સત્તાવાળાઓના પ્રયાસોના કારણે બાળ લગ્નની સંખ્યામાં ઘટાડો થયો છે, પરંતુ હજુ પણ ઘણું કરવાનો બાકી છે. અરજદારોના વકીલ આર પી સિંહે જણાવ્યું હતું કે કોર્ટને બાળ લગ્ન અને તેમની નિર્ધારિત તારીખોની વિગતો ધરાવતી યાદી પણ આપવામાં આવી હતી.

ડિવિઝન બેન્ચે જણાવ્યું હતું કે રાજસ્થાન પંચાયતી રાજનીય ૧૯૯૬ મુજબ બાળ લગ્ન પ્રતિબંધ પર મુકવાની ફરજ સરપંચ પર નાખવામાં આવી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે વચગાળાના પગલા તરીકે અમે રાજ્યમાં બાળ લગ્ન રોકવા માટે હાથ ધરવામાં આવેલી તપાસ અંગેનો અહેવાલ પણ જે જાણવા માંગીશું અને પીઆઈએલ સાથે જોડાયેલી યાદી પર નજર રાખવા માટે રાજ્યને આદેશ આપીશું.

કોર્ટે જણાવ્યું હતું કે સરપંચ અને પંચે પણ આ મામલે સંવેદનશીલ બનવું જોઇએ અને તેમને એ પણ જાણ હોવી જોઇએ કે જો તેઓ તેઓ બાળ લગ્ન અટકાવવામાં નિષ્ફળ જશે તો તેઓ બાળ લગ્ન નિષેધ અધિનિયમ ૨૦૦૬ની કલમ ૧૧ હેઠળ જવાબદાર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *