પીએમ મોદી નિશાંત સ્કૂલમાં મતદાન કરવાના છે. જેથી ત્યાં આજે SPG અને રાણીપ પોલીસ દ્રારા સુરક્ષાના ભાગરૂપે અધિકારીઓએ શાળામાં ચેકિંગ અને નિરીક્ષણ કર્યુ છે.
ગુજરાતમાં મંગળવારે લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. ત્યારે આજે મતદાન અંગેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મંગળવારે ગુજરાતમાં મતદાન કરવા માટે આવી રહ્યા છે. તેમના ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહ અને પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ આજે ગુજરાત આવી જશે. મંગળવારે પીએમ મોદી રાણીપની નિશાંત સ્કૂલમાં મતદાન કરવાના છે. તે પહેલા ત્યાં આજે સઘન પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે.
પીએમ મોદી નિશાંત સ્કૂલમાં મતદાન કરવાના છે. જેથી ત્યાં આજે SPG અને રાણીપ પોલીસ દ્રારા સુરક્ષાના ભાગરૂપે અધિકારીઓએ શાળામાં ચેકિંગ અને નિરીક્ષણ કર્યુ છે. આ સાથે રાણીપના મતદાન બુથ પર બેરીકેટ લગાવી દેવામાં આવ્યા છે અને પોલીસનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.
હાલ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, પીએમ મોદી સાતમી તારીખે સવારે ૦૭:૩૦ કલાકની આસપાસ મતદાન કરી શકે છે.