ઉનાળામાં લૂ લાગે ત્યારે કરો આ ઘરગથ્થુ ઉપાય

ઉનાળામાં લૂ લાગવાથી તાવ આવે છે અને શરીરમાં પાણીની ઉણપ થઇ શકે છે. ઉનાળામાં લૂ લાગે ત્યારે ઘરગથ્થુ ઉપચાર કરવાથી સાજા થઇ શકાય છે.

ઉનાળામાં લૂ લાગે ત્યારે કરો આ ઘરગથ્થુ ઉપાય, તરત જ રાહત મળશે

ઉનાળામાં ગરમી સતત વધી રહી છે. શરીર દાઝી જાય તેવો તડકો પડી રહ્યો છે. ભયંકર ગરમી અને આકરા તડકામાં લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. ગરમ હવા ભયંકર તડકામાં લૂ લાગવાની ચિંતા રહે છે. લૂ લાગે છે ત્યારે વ્યક્તિને ઝાડા અને ઉલટીની સમસ્યા થઇ શકે છે. જેનાથી શરીરમાં પાણી ઘટી જાય છે અને વ્યક્તિને હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. જો કે લૂ લાગે ત્યારે અમુક આયુર્વેદિક ઉપાય તમને રાહત આપી શકે છે. ઉનાળામાં લૂ થી બચવાના ઉપાય જાણો

પુષ્કળ પાણી પીવો, તડકામાં નીકળવાનું ટાળો

ઉનાળામાં લૂ થી બચવાનો સરળ ઉપાય છે – તડકામાં ઘરની બહાર નીકળવાનું ટાળવું. ઉનાળામાં બપોરના સમયે ભયંકર તડકામાં બહાર નીકળવું નહીં. બપોર ૧ થી ૬ વાગ્યા સુધી આકરો તડકો પડે અને હવા પણ ગરમ હોય છે. આવા સમયે ઘરની બહાર નીકળવાથી લૂ લાગવાની સંભાવના રહે છે. ઉપરાંત ઉનાળામાં પુષ્કળ પ્રમાણમાં પાણી પીવાનું રાખે. પાણી ઉપરાંત વિવિધ શરબત, ફ્રુટ જ્યુસનું સેવન કરવાથી પણ શરીરમાં ઠંડક રહે છે અને બોડી ડિહાઇડ્રેટેડ રહે છે.

Summer Health Tips | Summer Diet Tips | Summer Food Tips | Onion | Onion Consomme Benefits In Summer | Onion recipes

ઉનાળામાં લૂ થી બચવાના ઘરગથ્થુ ઉપચાર

ડુંગળી અને ડુંગળીના રસનું સેવન

ઉનાળામાં લૂ થી બચવાનો સૌથી સસ્તો અને સરળ ઉપાય છે ડુંગળી અને ડુંગળીના રસનું સેવન કરવું. ઉનાળામાં ડુંગળી ખાવાની સલાહ આપવામાં આવે છે. ડુંગળીનું શાક બનાવી કે સલાડ સાથે ડાયટમાં સમાવેશ કરી શકો છે. લૂ લાગે ત્યારે ડુંગળીનો રસ કાઢી તેને હાથ, પગના તળિયે લગાવાથી શરીરનું તાપમાન ઘટે છે.

બિલા નો રસ

બિલ વિવિધ ઔષધિય ગુણોથી ભરપૂર છે. બિલ પત્રના વૃક્ષના ફળને બિલા કહેવામાં આવે છે. આયુર્વેદ અનુસાર બિલાનું સરબત સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. બિલામાં વિટામીન સી ની સાથે ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે. બિલાનું સરબરત પીવાથી લૂ થી બચી શકાય છે અને પાચનતંત્ર સંબંધિત સમસ્યા પણ દૂર થાય છે.

કોથમીર અને ફુદીનાનું સરબત

લૂ લાગે ત્યારે કોથમીર ફુદીનાનો રસ પીવો જોઇએ. કોથમીર અને ફુદીનાની પ્રકૃતિ ઠંડી છે, આથી ઉનાળામાં આ બંને ચીજ મિક્સ કરી સરબત બનાવીને પીવાથી શરીરમાં ઠંડક થાય છે. સરબત ઉપરાંત તમે કોથમીર અને ફુદીનાની ચટણી બનાવી સેવન કરી શકાય છે.

વરિયાળી નું સરબત

summer fruits juice drink | summer fruits juice list | summer fruits juice tips | summer drink recipe | ice apple juice benefits | tadgola sharbat recipe

વરિયાળાનું સરબત ઉનાળાની ગરમીમાં ઠંડક આપે છે. વરિયાળીનું સેવન શરીરના તાપમાનને જાળવી રાખે છે. વરિયાળીને રાત્રે પાણીમાં પલાળી સવારમાં તે પાણીનું સેવન કરો. વરિયાળાનું સરબત હેલ્થ માટે ફાયદાકારક છે.

લીબું સરબત

લીંબુ સરબત ઉનાળા માટે સૌથી શ્રેષ્ઠ ડ્રિંક માનવામાં આવે છે. વિટામીન સી થી ભરપૂર લીંબુ સરબત પીવાથી શરીરને તરત જ એનર્જી મળે છે અને ઇમ્યુનિટી બૂસ્ટ થાય છે. લીંબુ સરબત પીવાથી શરીરમાં તાજગી અનુભવાય છે. ઉપરાંત લીંબુ સરબત ડિટોક્સિફિકેશનમાં પણ મદદ કરે છે.

ઉનાળામાં લૂ લાગે ત્યારે આટલી કાળજી રાખવી

લૂ લાગી હોય ત્યારે દર્દીને તરત જ ઠંડક વાળી અને હવાની અવર જવર થતી હોય તેવા રૂમમાં રાખવો.

માથા પર, છાતી, પીઠ, અને હાથ – પગ પર બફર લગાવો. જો બફર ન હોય તો ભીના કાપડનો ઉપયોગ કરી શકાય છે.

દર્દીને પુરતા પ્રમાણમાં પાણી, લીંબુ સરબત અને પ્રવાહી આપો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *