ધોરણ ૧૨ અને ગુજકેટનું પરિણામ આજે જાહેર થશે

ધોરણ ૧૨ નું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ gseb.org પર આજે ૯ તારીખ ના રોજ સવારના ૦૯:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.

ધોરણ ૧૨ અને ગુજકેટ ૨૦૨૪ના પરિણામ આજે ૦ મે ૨૦૨૪ ગુરવારના રોજ જાહેર થશે. આ પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ gseb.org પર ૯ તારીખ ના રોજ સવારના ૦૯:.00 કલાકે જાહેર કરવામાં આવશે.

ગુજરાત શિક્ષણ બોર્ડ ની ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા ૧૧ માર્ચે યોજવામાં આવી હતી. જે ૨૬ માર્ચ સુધી ચાલી હતી. આ વખતે કુલ ૬,૩૦,૩૫૨ વિદ્યાર્થીઓએ ધોરણ ૧૨ની પરીક્ષા આપી હતી. જેમા ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના ૧,૩૨,૦૭૩, ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના ૪,૯૮,૨૭૯ વિદ્યાર્થીઓ હતા. તો ગુજકેટ માટે ૧,૩૭,૭૦૦ વિદ્યાર્થીઓ નોંધાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *