ધોરણ ૧૨ ના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ થયું જાહેર

ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૮૧.૯૩ % પરિણામ છે

ગુજરાત બોર્ડ (ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર પરિણામ જોઈ શકાય છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ WhatsApp દ્વારા પણ પરિણામ જાણી શકશે.

ધોરણ ૧૨ ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. તેમાં ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહનું ૮૨.૪૫ % પરિણામ આવ્યું છે. તેમજ ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં ૬૫ % પરિણામ આવ્યું હતું. આ પરિણામમાં છોકરાઓનું પરિણામ ૮૨.૫૨ % અને છોકરીઓનું પરિણામ ૮૨.૩૫ % આવ્યું છે. તેમજ મોરબી જિલ્લાનું સૌથી વધુ પરિણામ આવ્યું છે.

ધોરણ ૧૨ બોર્ડનું પરિણામ ગત વર્ષ કરતાં વધુ સારું છે. તેમજ ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ૯૧.૯૩ % પરિણામ છે. તો ગત વર્ષે વિજ્ઞાન પ્રવાહમાં ૬૫ % પરિણામ હતું. તેની સાથે બનાસકાંઠાના કુંભારિયા કેન્દ્રનું સૌથી વધુ ૯૭.૨૭ % પરિણામ છે. વિજ્ઞાન પ્રવાહમાં ૧૦૩૪ વિદ્યાર્થીઓને A1 ગ્રેડ તથા સામાન્ય પ્રવાહમાં ગાંધીનગરના છાલાનું ૯૯.૬૧ % પરિણામ છે. તેમજ વિજ્ઞાન પ્રવાહમાં ૪૭.૯૮ % સાથે બોડેલીનું સૌથી ઓછું પરિણામ છે. સામાન્ય પ્રવાહમાં ખાવડાનું ૫૧.૧૧ % સૌથી ઓછું પરિણામ આવ્યું છે.

બોર્ડના વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર- ૬૩૫૭૩૦૦૯૭૧ પર પણ પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે. વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર, અને એસ.આર. શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન:ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછીથી પ્રસિદ્ધ કરવામાં આવશે તથા ગુણપત્રક અને પ્રમાણપત્ર સાથે શાળાઓને મોકલી આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ૪,૭૭,૩૯૨ વિદ્યાર્થીઓએ HSC-૨૦૨૪ બોર્ડની પરીક્ષા આપી હતી અને ૭,૩૪,૮૯૮ વિદ્યાર્થીઓએ SSC-2024ની પરીક્ષા આપી હતી. ગત વર્ષે વિદ્યાર્થિનીઓની પાસ ટકાવારી ૮૦.૩૯ % નોંધાઈ હતી, જ્યારે વિદ્યાર્થીઓની ૬૭.૦૩ %વારી નોંધાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *