દાહોદના બુથ કેપચરિંગનો મામલો

બૂથ કેપ્ચરિંગ પછી આ તારીખે દાહોદમાં ફરી મતદાનનો ચૂંટણી પંચનો નિર્ણય.

ઈવીએમ કોઈના બાપનું નથી, બૂથ કેપ્ચરિંગ પછી આ તારીખે દાહોદમાં ફરી મતદાનનો ચૂંટણી પંચનો નિર્ણય

આજે ૯ મે ૨૦૨૪, ગુરુવારનો દિવસ છે. આજના દિવસની મહત્વની ઘટનાઓ અંગે વાત કરીએ તો એર ઈન્ડિયા એક્સપ્રેસના કર્મચારીઓએ એક સાથે માસ સીએલ મુકતા એર ઈન્ડિયા એક્સપ્રેસ સંકટમાં આવી ગઈ છે.એરલાઇનના સીઇઓ આલોક સિંહે કહ્યું કે એરલાઇન આગામી દિવસોમાં તેની ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે બંધ કરશે. બીજી તરફ દાહોદમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં બુથકેપ્ચરિંગની ઘટનાનો વીડિયો વાયરલ થતાં નવો વિવાદ ઊભો થયો છે.

Gujarati News 9 May 2024 LIVE : દાહોદના બુથ કેપચરિંગનો મામલો, મતદાન રદ્દ, બુથ પર ફરી થશે મતદાન
દાહોદના સંતરામપુરમાં એક બુથ પર પહોંચીને ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બુથ કેપ્ચરિંગ કરીને સોશિયલ મીડિયામાં લાઈવ વીડિયો કરતા હોબાળો મચી ગયો હતો. આ વીડિયો વાયરલ થયા પછી પોલીસે વિજય ભાભોરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે હવે ચૂંટણી પંચે આ બેઠક પર ૧૧ મેએ ફરી મતદાન કરવાનો નિર્ણય લીધો છે.
દાહોદના સંતરામપુરના પરથમપુરા ગામના બુથ નંબર-૨૨૦ પર ભાજપ નેતા રમેશ ભાભોરના પુત્ર વિજય ભાભોરે અધિકારીઓને ધમકાવીને બુથ કેપ્ચરિંગ કરીને સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કર્યો હતો. વિજય ભાભોર વીડિયોમાં કહી રહ્યો છે કે ‘૫-૧૦ મિનિટ ચાલે તે ચાલવા દો આપણે બેઠા છીએ. વિજય ભાભોર એટલે વાત ખલાસ, મશીન-બશીન આપણા બાપનું જ છે.’ આ પછી પોલીસે વિજય ભાભોરની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

વિજય ભાભોરના પિતા રમેશ ભાભોર ભાજપના ગુજરાત પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ છે. આ વીડિયો જ્યારથી વાયરલ થયો હતો ત્યારથી લોકોમાં ચર્ચાનું કેન્દ્ર રહ્યો છે. ત્યારે હવે ચૂંટણી પંચે અહીં ફરીથી મતદાન કરાવવાનો નિર્ણય લીધો છે. હવે આ બેઠક પર બે દિવસ બાદ એટલે કે ૧૧મી મેએ શનિવારે સવારે ૦૭:૦૦ વાગ્યાથી સાંજે ૦૬:૦૦ વાગ્યા સુધી મતદાન યોજાશે. દાહોદ બેઠક પર ભાજપે જશવંતસિહ ભાભોરને જ્યારે કોંગ્રેસે ડૉ. પ્રભાબેન તાવિયાડને ટિકિટ આપી છે. ચૂંટણી પંચના આંકડા અનુસાર મંગળવારે દાહોદમાં ૫૮.૬૬ % મતદાન નોંધાયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *