દિલ્હી ખાતે ઈફ્કોનાં ચેરમેન તેમજ વાઈસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. ઈફ્કોનાં ચેરમેન તરીકે દિલીપ સંઘાણી બિનહરીફ ચૂંટાયા હતા.
ભારતની સૌથી મોટી ખેડૂત સહકારી સંસ્થાનાં ચેરમેન તેમજ વાઈસ ચેરમેનની દિલ્લી ખાતે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ચેરમેન તરીકે દિલીપ સંઘાણી બિનહરિફ ચૂંટાયા હતા. જ્યારે વાઈસ ચેરમેન તરીકે બલવિંદરસિંહ ચૂંટાયા હતા. ગઈકાલે ઈફ્કોનાં ડિરેક્ટરની ચૂંટણી યોજાઈ હતી.
સૌથી મોટી સહકારી સંસ્થા ઈફ્કોમાં ખાલી પડેલ ડિરેક્ટર પદ માટે ગત રોજ ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં ભાજપ દ્વારા છેલ્લી બે ટર્મથી ડિરેક્ટર તરીકે ચૂંટાઈ આવતા જયેશ રાદડિયાની જગ્યાએ બિપિન પટેલને મેન્ટેડ આપવામાં આવતા રાજકીય માહોલ ગરમાઈ જવા પામ્યો હતો. ગત રોજ દિલ્હી ખાતે ડિરેક્ટર પદની બેઠક યોજાઈ હતી. જેમાં જયેશ રાદડિયાની જીત થવા પામી હતી. જેમાં કુલ ૧૮૨ મતદારોમાંથી બે મતદારો વિદેશમાં રહે છે. મતદાનમાં કુલ ૧૮૦ મતદ પડ્યા હતા. જેમાં જયેશ રાદડિયાને ૧૧૩ મત જ્યારે બિપિન પટેલને 98 મત મળ્યા હતા. આજે ઈફ્કોનાં ચેરમેન તેમજ વાઈસ ચેરમેનની આજે ચૂંટણી યોજાનાર છે.
ઈફ્કોની યોજાયેલી છેલ્લી બે ટર્મથી જયેશ રાદડિયા ચૂંટાય છે
ઈફ્કોના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં છેલ્લી બે ટર્મથી જયેશ રાદડિયા ચૂંટાતા આવે છે. ત્યારે આ વર્ષે સહકારી ક્ષેત્રમાં ઉમેદવારની પસંદગીમાં મુશ્કેલી ઉભી થઈ હતી. જેમાં ભાજપે બિપીન પટેલને મેન્ડેટ આપ્યું હતું. છતાં જયેશ રાદડિયાએ ભાજપના મેન્ડેટ સામે ફોર્મ ભર્યું હતું. જેને લઈ જયેશ રાદડિયા અને બિપીન પટેલ તેમજ મોડાસાના પંકજ પટેલ વચ્ચે જંગ હતો.
ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં ભાજપે બિપીન પટેલને મેન્ડેટ આપ્યું હતું છતાં પણ જયેશ રાદડિયાએ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે મોડાસાના પંકજ પટેલે ત્રીજા ઉમેદવાર તરીકે ઉમેદવારી પરત ખેંચી હતી અને પંકજ પટેલે બિપીન પટેલને સમર્થન જાહેર કરી દીધું હતું. એકંદરે ઈફકોમાં સૌરાષ્ટ્રના મતદારોનો દબદબો રહેતો હોય છે ત્યારે જયેશ રાદડિયાએ સૌરાષ્ટ્રના મતદારોને તરફેણમાં વાળવામાં સફળ રહ્યા છે.