સીડી ચડવાની પ્રેક્ટિસથી હાર્ટ એટેકનું જોખમ ઘટે?

સીડી ચડવાની પ્રેક્ટિસ એટલા માટે કરવાની ભલામણ કરવામાં આવે છે કારણ કે, તમને ફિટ રાખવામાં મદદ કરે છે અને હાર્ટ અટેક નું જોખમ અને હૃદયના રોગો અટકાવી શકે છે. 

Heart Health : સીડી ચડવાની પ્રેક્ટિસથી હાર્ટ એટેકનું જોખમ ઘટે? એક્સપર્ટે કહ્યું..

લિફ્ટ યુઝ કરવી અને સીડી ચડવી, આ બન્ને માંથી તમે કયો ઓપ્શન પસંદ કરો છો? નેક્સ્ટ ટાઈમ લિફ્ટનું બટન પ્રેસ કરતા પહેલા થોભજો અને સીડી ચડવાનો પ્રયત્ન કરજો, આ પ્રેક્ટિસ એટલા માટે કરવાની ભલામણ કરવામાં આવે છે કારણ કે, તે તમને ફિટ રાખવામાં મદદ કરે છે અને હાર્ટ અટેક નું જોખમ અને હૃદયના રોગોને અટકાવી શકે છે. આવું એક અભ્યાસ માં જાણવા મળ્યું છે, અહીં વાંચો,

યુકેના સંશોધકોએ શોધી કાઢ્યું છે કે દાદરા ન ચડવાનર લોકોની સરખામણીમાં દાદરા ચડવાનર લોકોમાં કાર્ડિયોવેસ્ક્યુલર રોગથી મૃત્યુનું જોખમ ૩૯ % ઘટે છે.

How to Prevent Heart Attack

યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી (ESC) ની નિવારક કાર્ડિયોલોજી કોંગ્રેસમાં તારણો રજૂ કરવામાં આવ્યા હતા. ડૉ. સોફી પેડોક, અભ્યાસ લેખક અને યુનિવર્સિટી ઓફ ઈસ્ટ એંગ્લિયા, નોર્વિચ યુનિવર્સિટી હોસ્પિટલ ફાઉન્ડેશન ટ્રસ્ટ અને નોર્ફોકના ફેકલ્ટી સભ્યએ જણાવ્યું હતું કે, “થોડીવાર ફિઝિકલ એકટીવટી કરવાથી પણ સ્વાસ્થ્ય પર ફાયદાકારક અસર થાય છે અને તમે ડેઈલી રૂટિનમાં દાદર ચડવાએ ટાર્ગેટ રાખી શકો છો.”

અભ્યાસ હેલ્થી લોકો તેમજ હાર્ટ એટેક અથવા હાર્ટને લગતી અન્ય બીમારીનો ઇતિહાસ ધરાવતા લોકોનો સમાવેશ થાય છે. અભ્યાસમાં સીડી ન ચડતા લોકોની સરખામણીમાં સીડી ચડતા લોકોમાં મૃત્યુનું જોખમ ૨૪ % ઓછું હતું. સીડી ચડનારાને કાર્ડિયોવેસ્ક્યુલર રોગથી પણ મૃત્યુનું જોખમ ૩૯ % ઓછું હતું અને હાર્ટ એટેક, હાર્ટ ફેલ્યોર અથવા સ્ટ્રોક થવાનું જોખમ ઓછું હતું.

શા માટે સીડી ચડવું એ હૃદય માટે સારી કસરત કહી શકાય?

મણિપાલ હોસ્પિટલ, બેંગલુરુના ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. રોકી કથેરિયા કહે છે, “ આ એક એવી કાર્ડિયોવેસ્ક્યુલર કસરત છે જેના માટે તમારે જીમમાં જવું પડતું નથી. આ કસરત તમારું હૃદય, ફેફસાં અને સ્નાયુઓને વારાફરતી એક્ટિવ કરે છે. જયારે જીમમાં તમે ફક્ત તમારા બાઈસેપ્સ અથવા ટ્રાઈસેપ્સ પર જ કામ કરી રહ્યા છો. , દાદર ચડવું એ ક્વાડ્રિસેપ્સ, હેમસ્ટ્રિંગ્સ, અને હિપ સહિતના ઘણા મોટા સ્નાયુઓની કસરત થાય છે. તેથી વધુ કેલરી બળી જાય છે અને તમે દુર્બળ સ્નાયુ સમૂહમાં સુધારો કરો છો, જે મેટાબોલિઝમ અને બ્લડ સુગરના રેગ્યુલેશન માટે સારું છે.”

સ્નાયુઓમાં લોહીમાંથી ઓક્સિજન બહાર કાઢવાની સારી ક્ષમતા હોય છે, જેનાથી હૃદયને વધુ લોહી પંપ કરવાની જરૂરિયાત ઓછી થાય છે. આ હૃદયના ધબકારા ધીમા કરે છે, બ્લડ પ્રેશર ઘટાડે છે, સ્ટ્રેસ હોર્મોન્સ ઘટાડે છે, બળતરા ઘટાડે છે, હાઇ-ડેન્સિટી લિપોપ્રોટીન (HDL) વધે છે અને ટ્રાઇગ્લિસરાઇડ્સને કંટ્રોલ કરવામાં મદદ કરે છે, ટ્રાઇગ્લિસરાઇડ્સએ ફેટ છે જે લોહીમાં સર્ક્યુલેટ થાય છે.

કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલ અને મેડિકલ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ, મુંબઈના કાર્ડિયાક રિહેબિલિટેશન કન્સલ્ટન્ટ ડૉ. અભિષેક શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર, દાદર ચડવું એ મધ્યમથી ઉચ્ચ તીવ્રતાની કસરત તરીકે યોગ્ય છે. “આ કસરતની સ્ટાઇલ તમારું VO2 મેક્સને વધારવા માટે દર્શાવવામાં આવી છે,. VO2 max એટલે જયારે તમે કસરત કરો છો ત્યારે મહત્તમ ઓક્સિજન યુઝ થાય છે. જેનો ઉપયોગ વ્યક્તિ તીવ્ર અથવા મહત્તમ કસરત દરમિયાન કરી શકે છે. વર્ક આઉટ દરમિયાન વ્યક્તિ જેટલો વધુ ઓક્સિજનનો ઉપયોગ કરી શકે છે, તેટલી વધુ એનર્જી રહે છે. આ ઉપરાંત, સીડી ચડવું એ એવી કસરત છે જે બેલન્સ,ઓર્ડિનેશનઅને ગતિશીલતાને પ્રોત્સાહન આપે છે. જો કે, હેલ્થ એક્સપર્ટના સૂચવ્યા અનુસાર જે લોકોને ઘૂંટણની સમસ્યા છે અથવા આર્થરાઈટિસ છે તેમણે દાદર ચડવું ન જોઈએ કારણ કે તેનાથી દુખાવો વધી શકે છે.

રૂટિન કેવી રીતે અપનાવવું?

જે લોકોને હૃદયને લગતી સમસ્યા નથી તેઓ દિવસમાં બે કે ત્રણ વખત ૧૦ થી ૧૫ મિનિટ માટે એમ ચાર રાઉન્ડમાં સીડી ચઢી શકે છે. નિયમિત દાદર ચઢવાએ દરરોજ ૪૫ મિનિટની મધ્યમ તીવ્રતાની કસરત સમાન ગણી શકાય છે. હેલ્થ એક્સપર્ટે કહ્યું કે, શરૂઆતમાં ધીમે ધીમે ઓછા દાદરા ચડવાની ભલામણ કરવામાં આવે છે પછી ધીમે ધીમે તમે સમયગાળો વધારી શકો છો.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *