ચોથા તબક્કામાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ (કન્નૌજ), કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ (બેગુસરાય), નિત્યાનંદ રાય (ઉજિયારપુર), અધીર રંજન ચૌધરીના ભાવી ઇવીએમમાં સીલ થશે.
લોકસભા ચૂંટણીમાં ચોથા તબક્કામાં આજે સોમવારે ૧૩ મે ના રોજ આંધ્ર પ્રદેશ અને તેલંગાણા સહિત ૧૦ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૯૬ લોકસભા સીટો પર મતદાન શરું થઈ ગયું છે. આંધ્ર પ્રદેશની તમામ ૨૫ લોકસભા સાથે ૧૭૫ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન ચાલું છે. જે સાંજના છ વાગ્યા સુધી ચાલશે.
૧૧ રાજ્યોમાં મતદાન પ્રક્રિયા
ચોથા તબક્કામાં તેલંગાણાની ૧૭, આંધ્ર પ્રદેશની ૨૫, ઉત્તર પ્રદેશની ૧૩, બિહારની પાંચ, ઝારખંડની ચાર, મધ્ય પ્રદેશની આઠ, મહારાષ્ટ્રની ૧૧, ઓડિશાની ચાર, પશ્ચિમ બંગાળની આઠ અને જમ્મુ-કાશ્મીરની શ્રીનગર બેઠક પર મતદાન.
ચોથા તબક્કામાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ (કન્નૌજ), કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ (બેગુસરાય), નિત્યાનંદ રાય (ઉજિયારપુર), અધીર રંજન ચૌધરી (બહારમપુર), પંકજા મુંડે (બીડ), એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી (હૈદરાબાદ) અને આંધ્ર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ વાય એસ શર્મિલા (કડપ્પા) મેદાનમાં છે.
હૈદરાબાદમાં ઓવૈસી સામે માધવી લતા
હૈદરાબાદ હંમેશા સૌથી સીટ લોકસભા બેઠક રહી છે. એઆઇએમઆઇએમના વડા અસદુદ્દીન ઓવૈસી અહીંથી ચૂંટણી મેદાનમાં છે, જે લાંબા સમયથી ચૂંટણી જીતી રહ્યા છે. ભાજપે આ વખતે માધવી લતાને અહીંથી મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસે મોહમ્મદ વલીઉલ્લાહ સમીર, બસપાના કેએસ કૃષ્ણા અને ભારત રાષ્ટ્ર સમિતિના શ્રીનિવાસ યાદવ ગદ્દમને મેદાનમાં ઉતાર્યા છે.
અખિલેશ યાદવ કન્નોજ પરથી ચૂંટણી લડશે
સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને પૂર્વ સીએમ અખિલેશ યાદવ સપાના ગઢ મનાતા કન્નજ લોકસભા સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ બેઠક પરથી ભાજપે ફરી એકવાર સુબ્રત પાઠકને મેદાનમાં ઉતાર્યા હતા. ગત ચૂંટણી દરમિયાન સુબ્રત પાઠકે અખિલેશની પત્ની ડિમ્પલ યાદવને હરાવ્યા હતા. હવે અખિલેશ આ બેઠક પરથી જીતી શકે છે કે નહીં તે જોવું મહત્વપૂર્ણ બની રહેશે.
અધીર રંજન સામે યુસુફ પઠાણ
પશ્ચિમ બંગાળની બહારમપુર લોકસભા સીટથી કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી ચૂંટણી લડી રહ્યા છે. તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)એ ક્રિકેટર યુસુફ પઠાણ પર દાવ લગાવ્યો છે. ભાજપે અહીં નિર્મલ કુમાર સાહાને મેદાનમાં ઉતાર્યા છે. ખાસ વાત એ છે કે બસપા પણ આ સીટ પર ચૂંટણી લડી રહી છે. બસપાએ સંતોષ વિશ્વાસને ટિકિટ આપી હતી. આ સીટ પર કુલ મળીને ૧૫ જેટલા ઉમેદવારો છે.
ચોથા તબક્કામાં ઘણા દિગ્ગજો મેદાનમાં
ચોથા તબક્કામાં સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ (કન્નૌજ), કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ (બેગુસરાય), નિત્યાનંદ રાય (ઉજિયારપુર), અધીર રંજન ચૌધરી (બહારમપુર), પંકજા મુંડે (બીડ), એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી (હૈદરાબાદ) અને આંધ્ર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ વાય એસ શર્મિલા (કડપ્પા) મેદાનમાં છે.