હિન્દુ નેતાઓને ધમકીના મામલામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને ત્રીજી સફળતા, મૌલવીની દરપકડ બાદ ત્રીજો આરોપી રઝા ઝડપાયો, જેનુ સિમકાર્ડ પાકિસ્તાનમાં પણ હતુ સક્રિય.

સુરતમાં હિન્દુ સનાતન સંસ્થાના નેતા ઉપદેશ રાણાને ધમકી આપવાના આરોપમાં સુરત પોલીસની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મહારાષ્ટ્રના નાંદેડમાંથી ધરપકડ કરવામાં આવ્યાના બે દિવસ બાદ, ૧૯ વર્ષીય રઝા ઉર્ફે શકીલ સત્તાર શેખને બુધવારે પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા ૨૪ મે સુધીની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
પોલીસે કેમ રઝાની કસ્ટડીની કરી માંગ?
આરોપીની ૧૪ દિવસની કસ્ટડીની માંગ કરતા પોલીસે કોર્ટને જણાવ્યું કે, રઝા એક સેલફોનનો ઉપયોગ કરતો હતો, જેનું સિમ કાર્ડ પાકિસ્તાનમાં સક્રિય હતું અને તે પાકિસ્તાન, નેપાળ અને લાઓસના લોકોના સંપર્કમાં હતો. તેમણે કહ્યું કે, તે નિર્દોષ યુવાનોનું બ્રેઈનવોશ કરીને તેમની ભરતી કરવાના પ્રયાસમાં સામેલ હતો.
પોલીસે જણાવ્યું હતું કે, તપાસમાં એ તપાસ કરવામાં આવશે કે, આરોપીઓને પૈસા (ફંડીંગ) કેવી રીતે મળ્યા અને શું તેઓ રાણા તેમજ ભાજપના પૂર્વ પ્રવક્તા નુપુર શર્માને તે ઓળખે છે, જેમને તેણે મેસેજ અને કોલ દ્વારા ધમકી આપી હતી.
સુરત મૌલવીની ધરપકડ
આ કેસમાં અત્યાર સુધીની આ ત્રીજી ધરપકડ છે. ૪ મેના રોજ ક્રાઈમ બ્રાન્ચે સુરતમાંથી મૌલવી મોહમ્મદ સોહેલ ઉર્ફે મૌલવી અબુબકર તિમોલ (૨૭)ની ધરપકડ કરી હતી. સુરત જિલ્લાના કઠોરમાં મદરેસામાં ભણાવતો મૌલવી ૧૬ મે સુધી પોલીસ કસ્ટડીમાં છે.
શહનાઝની બિહારથી ધરપકડ
ગયા અઠવાડિયે આ કેસમાં શહનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ સાબીર (25)ની બિહારના મુઝફ્ફરપુરથી ધરપકડ કરવામાં આવી હતી. શનિવારે તેને પણ સુરત લાવવામાં આવ્યો હતો અને બીજા દિવસે જિલ્લા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં તેને 24 મે સુધી પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.
હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરૂ ઘડ્યું
પોલીસના જણાવ્યા અનુસાર, મૌલવી શહેનાઝના નિયમિત સંપર્કમાં હતો અને તેણે પયગંબર મોહમ્મદ વિરુદ્ધ કથિત રીતે નફરત ફેલાવવા બદલ હિંદુ નેતાઓની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસે જણાવ્યું કે, બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન રઝાનું નામ સામે આવ્યું હતું.