પીએમ મોદીએ કહ્યું કે હું સ્પષ્ટ કહું છું કે આ મોદીની ગેરેન્ટી છે કે દેશ-વિદેશમાં ક્યાંયથી પણ તમારી પાસે જે પણ શક્તિ ભેગી કરવાની હોય તે કરો, હું પણ મેદાનમાં છું, તમે પણ મેદાનમાં છો, તમે સીએએને હટાવી શકશો નહીં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે સીએએ વિશે જુઠ્ઠાણું ફેલાવીને દેશમાં રમખાણો કરાવવાનો પ્રયાસ કરવાના આરોપમાં વિપક્ષી પાર્ટીઓની ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું કે સીએએ હેઠળ દેશે નાગરિકતા આપવાનું શરૂ કરી દીધું છે. પીએમે કહ્યું કે હવે કોઇ પણ માઇનો લાલ સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટને ખતમ કરી શકશે નહીં.
આઝમગઢના લાલગંજમાં જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજ સુધી આ ઇન્ડિયા ગઠબંધનના લોકો કહેતા હતા કે મોદી જે નાગરિકતા સંશોધન કાયદો લાવ્યા છે, જ્યારે મોદી જશે ત્યારે સીએએ પણ જશે. પીએમે કહ્યું કે શું આ દેશમાં કોઈ માઈ કા લાલ જન્મ્યો નથી જે સીએએને ખતમ કરી શકે છે. આ દેશને ખબર પડી છે કે આ લોકોએ વોટબેન્કની રાજનીતિ કરીને, હિન્દુ-મુસ્લિમને લડાવીને ધર્મનિરપેક્ષતાનો એવો વેશ ધારણ કર્યો હતો કે તેમનું સત્ય બહાર આવતું ન હતું. આ મોદી છે જેણે તમારું આ મહોરું હટાવી દીધું છે.
પીએમ મોદીએ સપા-કોંગ્રેસને પડકાર આપ્યો
પીએમ મોદીએ કહ્યું કે હું સ્પષ્ટ કહું છું કે આ મોદીની ગેરેન્ટી છે કે દેશ-વિદેશમાં ક્યાંયથી પણ તમારી પાસે જે પણ શક્તિ ભેગી કરવાની હોય તે કરો, હું પણ મેદાનમાં છું, તમે પણ મેદાનમાં છો, તમે સીએએને હટાવી શકશો નહીં. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ગેરન્ટીનો અર્થ શું થાય છે તેનું તાજુ ઉદાહરણ સીએએ કાયદો છે. ગઈ કાલે જ સીએએ કાયદા હેઠળ ભારતમાં શરણાર્થીઓને નાગરિકતા આપવાનું કામ શરૂ થઇ ગયું છે.
કોંગ્રેસે શરણાર્થીઓની કાળજી લીધી ન હતી
પીએમે કહ્યું કે આ એ લોકો છે જે શરણાર્થી તરીકે લાંબા સમયથી આપણા દેશમાં રહે છે, આ તે લોકો છે જે ધર્મના આધાર પર ભારતના ભાગલાનો શિકાર બન્યા હતા. તેઓ (કોંગ્રેસ) મહાત્મા ગાંધીનું નામ લઈને સત્તાની સીડીઓ ચઢે છે પરંતુ મહાત્મા ગાંધીના શબ્દો યાદ રાખતા નથી. મહાત્મા ગાંધીએ તેમને ખાતરી આપી હતી કે તેઓ ગમે ત્યારે ભારત આવી શકે છે. ૭૦ વર્ષમાં હજારો પરિવારો મુશ્કેલીમાં ભારત આવવા મજબૂર બન્યા, પરંતુ કોંગ્રેસે ક્યારેય તેમની કાળજી લીધી નહીં કારણ કે તેઓ કોંગ્રેસની વોટબેંક નથી.
સપા અને કોંગ્રેસે સીએએના નામે જુઠ્ઠાણા ફેલાવવાનો પ્રયાસ કર્યો
પીએમ મોદીએ આરોપ લગાવ્યો કે કોંગ્રેસ અને સપાએ સીએએના નામ પર જુઠ્ઠાણું ફેલાવવાનો પ્રયાસ કર્યો. તેઓએ ઉત્તર પ્રદેશ અને સમગ્ર દેશને રમખાણો તરફ ધકેલવાનો પ્રયાસ કર્યો. મોદીએ એમ પણ કહ્યું હતું કે શ્રીનગરની જનતાએ ચૂંટણીમાં જે ઉત્સાહ બતાવ્યો છે તે એ વાતનો પુરાવો છે કે કલમ ૩૭૦ને કોઈ પાછું લાવી શકશે નહીં અને વોટબેંકની રાજનીતિ કરી શકશે નહીં.
પીએમ મોદીએ કહ્યું કે સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ બે પક્ષો છે, પરંતુ તેમની પાસે એક દુકાન છે જ્યાં તેઓ તુષ્ટિકરણ, જૂઠાણાં, પરિવારવાદ અને ભ્રષ્ટાચાર વેચે છે.