વર્લ્ડ એઇડ્સ રસી દિવસ

દર વર્ષે ૧૮ મે ના રોજ વિશ્વ એઇડ્સ રસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. એચઆઈવી એક વૈશ્વિક મહામારી છે જે દુનિયાભરમાં લાખો લોકોને પ્રભાવિત કરે છે.

દર વર્ષે ૧૮ મે ના રોજ વિશ્વ એઇડ્સ રસી દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ લોકોને એચઆઈવી પ્રત્યે જાગૃત કરવાનો અને રસી લેવાનો છે. એઇડ્સ રસીકરણ માટે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે આ દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આ સિવાય એઈડ્સ જેવી ખતરનાક બીમારીની રસી શોધનારા વૈજ્ઞાનિકોનો આભાર માનવા માટે પણ વિશ્વ એઈડ્સ વેક્સિન ડેની ઉજવણી કરવામાં આવે છે. વર્લ્ડ એઇડ્સ વેક્સિન ડે, મહત્વ વિશે જણાવી રહ્યા છીએ.

એચઆઈવી એક વૈશ્વિક મહામારી છે જે દુનિયાભરમાં લાખો લોકોને પ્રભાવિત કરે છે. તાજેતરના અંદાજ મુજબ આશરે ૩૮.૪ મિલિયન લોકો એચઆઇવી સાથે જીવી રહ્યા છે, જેમાંથી લગભગ બે તૃતીયાંશ લોકો ડબ્લ્યુએચઓ આફ્રિકન ક્ષેત્રમાં રહે છે. વિશ્વમાં દર સાતમાંથી લગભગ એક વ્યક્તિ એચઆઇવી સાથે જીવે છે, અથવા ૩૭.૯ મિલિયન લોકો એચઆઇવી સાથે જીવી રહ્યા છે. માહિતીના અભાવ અને તબીબી સારવારના અભાવને કારણે આ વાયરસ સૌથી વધુ ઝડપથી ફેલાઈ રહ્યો છે.

વર્લ્ડ એઇડ્સ વેક્સિન ડે ની શરૂઆત કેવી રીતે થઇ

પ્રથમ વિશ્વ એઇડ્સ રસીકરણ દિવસ ૧૮ મે ૧૯૯૮ના રોજ મનાવવામાં આવ્યો હતો. તેની શરૂઆત ૧૮ મે ૧૯૯૭ના રોજ થઈ હતી. મોર્ગન સ્ટેટ યુનિવર્સિટીમાં અમેરિકાના પ્રમુખ બિલ ક્લિન્ટનના પ્રારંભિક ભાષણથી પ્રેરિત, જેમાં તેમણે એઇડ્સ જેવા ભયાનક રોગને નાબૂદ કરવા માટે રસીકરણની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. બિલ ક્લિન્ટને જીવલેણ રોગ એચઆઇવીનો પ્રતિકાર કરવાની વ્યક્તિની ક્ષમતામાં વધારો કરશે તેવી રસીઓ બનાવવા માટે વિજ્ઞાન અને તકનીકીનો ઉપયોગ કરવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી દુનિયાભરમાં દર વર્ષે વિશ્વ એઈડ્સ વેક્સીન ડે ની ઉજવણી થતી રહે છે.

વિશ્વ એઇડ્સ રસી દિવસનું મહત્વ

વર્લ્ડ એઇડ્સ વેક્સિન ડે નું મહત્વ એ છે કે લોકોને એચઆઇવી પ્રત્યે જાગૃત કરવા, આ ખતરનાક રોગ સામે લડવા માટે રસી લેવી. આ દિવસ વિશ્વભરના લોકોને એઇડ્સની રસીના વિકાસને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે. આ દિવસ સમાજમાં આંતરરાષ્ટ્રીય સમુદાયનું સન્માન કરવા માટે ઉજવવામાં આવે છે. જેથી આ મહામારી સામે લડી શકાય અને એચઆઈવી સાથે જીવતા લોકોને મદદ મળી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *