ચાંદી ૧ લાખ ભણી, સોનું ઐતિહાસિક ટોચે

સોનું અને ચાંદીની કિંમત જબરદસ્ત ઉછળી ઓલટાઇમ હાઇ લેવલે પહોંચી છે. 

Gold Silver Price: ચાંદી 1 લાખ ભણી, સોનું ઐતિહાસિક ટોચે, જાણો તમારા શહેરના આજના ભાવ અને ઉછાળાના 5 કારણ

સોના ચાંદીના ભાવ વૈશ્વિક અને સ્થાનિક બજારોમાં આસમાને પહોંચ્યા છે. સ્થાનિક ઝવેરી બજારમાં ૧૦ ગ્રામ સોનાની કિંમત ઇતિહાસમાં પહેલીવાર ૭૭૦૦૦ રૂપિયાને સ્પર્શી છે. તો ૧ કિલો ચાંદીની કિંમત ૯૧૦૦૦ રૂપિયાની સપાટી કુદાવી ઐતિહાસિક ટોચે પહોંચ્યા છે. છેલ્લા બે દિવસમાં બંને કિંમતી ધાતુના ભાવમાં જોરદાર ઉછાળો આવ્યો છે.

સોનું ૭૭૦૦૦ રૂપિયા ઐતિહાસિક ટોચ પર 

સોનું ફરી ઐતિહાસિક ટોચે પહોચ્યું છે. આજે અમદાવાદના માણેકચોક ઝવેરી બજારમાં સોનું ૯૦૦ રૂપિયા મોંઘુ થયુ હતુ. આમ ૯૯.૯ શુદ્ધ સોનાની ૧૦ ગ્રામની કિંમત ૭૭૦૦૦ રૂપિયા થઇ છે, જે ઇતિહાસનો સૌથી ઉંચો ભાવ છે. બે દિવસમાં ૧૦ ગ્રામ સોનું ૧૩૦૦ રૂપિયા મોંઘુ થયુ છે. ૯૯.૫ શુદ્ધ સોનાની ૧૦ ગ્રામની કિંમત ૭૬૮૦૦ રૂપિયા થઇ છે.

gold silver price | gold silver rate today | gold price record high | sivler price all time high | gold price all time high | bullion gold silver price today

ચાંદી ૯૧૦૦૦ને પાર 

સોના સાથે ચાંદી પણ રેકોર્ડ હાઇ લેવલ પર પહોંચી છે. આજે સ્થાનિક ઝવેરી બજારમાં ચાંદી ૧૫૦૦ રૂપિયા ઉછળી હતી. ૧ કિલો ચાંદીની કિંમત ૯૧૫૦૦ રૂપિયા થઇ છે, જે અત્યાર સુધીનો સૌથી ઉંચો ભાવ છે. બે દિવસમાં ચાંદીમાં ૫૭૦૦ રૂપિયાનો ઉછાળો આવ્યો છે. બે દિવસ અગાઉ ૧ કિલો ચાંદીનો ભાવ ૮૫૮૦૦ રૂપિયા હતો.

સપ્તાહમાં સોના કરતા ચાંદીમાં ૩ ગણો ઉછાળો

સોના અને ચાંદી છેલ્લા એક સપ્તાહમાં નોંધપાત્ર વધ્યા છે, જેમા સોનાની તુલનાએ ચાંદીમાં ૩ ગણો ઉછાળો નોંધાયો છે. ૧૩ મે, ૨૦૨૪ અખાત્રીજના રોજ સ્થાનિક બજારમાં ૧૦ ગ્રામ સોનાની કિંમત ૭૪૬૦૦ રૂપિયા ૧ કિલો ચાંદીની કિંમત 84000 રૂપિયા હતી. આજે સોનું ૭૭૦૦૦ રૂપિયા અને ચાંદી ૯૧૫૦૦ રૂપિયા થયા છે. આમ અખાત્રીજે સોનું અને ચાંદી ખરીદનારને એક જ સપ્તાહમાં અનુક્રમે ૨૪૦૦ રૂપિયા અને ૬૯૦૦ રૂપિયાનું વળતર મળ્યું છે. જો ટકાવારીની રીતે ગણીયે તો એક જ સપ્તાહમાં સોનું ૩.૨૧ % અને ચાંદી ૮.૯૨ % મોંઘા થયા છે.

વૈશ્વિક બજારમાં સોનું – ચાંદી રેકોર્ડ હાઇ

વૈશ્વિક બજારમાં પણ સોનું અને ચાંદી રેકોર્ડ હાઇ લેવલે પહોંચ્યા છે. વિશ્વ બજારમાં હાજર સોનું ૧.૪ % ઉછળી ૨૪૪૮.૯૮ ડોલર પ્રતિ ટ્રોસ થયુ હતુ. તો યુએસ ગોલ્ડ ફ્યૂચર ૧.૫ % ઉછળી ૨૪૫૩.૨૦ ડોલર ઓલટાઇમ હાઇ બોલાયુ હતુ.

સોના ચાંદીમાં ઉછાળાના ૫ કારણો

યુએસ ફુગાવો અને ફેડરલ રિઝર્વ રેટ કેટની અટકળો

યુએસ ફુગાવાનો દર ઘટ્યો છે, જેનાથી યુએસ ફેડરલ રિઝર્વ ટૂંક સમયમાં વ્યાજદરમાં ઘટાડાના સંકેત આપશે તેવી અટકળોએ જોર પકડ્યું છે. વ્યાજદર ઘટવાથી સોના – ચાંદીની ખરીદીને વેગ મળવાની અપેક્ષાએ બુલિયનમાં તેજી આવી છે. રોઇટર્સના મતે ટ્રેડર્સને સપ્ટેમ્બર સુધીમાં યુએસ રેટ કટની ૬૫ % શક્યતા છે.

ડોલરમાં નરમાઇથી સોનાની માંગ

ફાઈનાન્સિયલ એક્સપર્ટ્સા જણાવ્યા અનુસાર યુએસ ડોલરમાં નરમાઇ અને ફેડ રિઝર્વ દ્વારા વ્યાજદર ઘટાડશે તેવી અપેક્ષાએ સોનાના ભાવ મક્કમ થયા છે. ડોલરની નબળાઇ સામે સોનું રોકાણ માટે આકર્ષક વિકલ્પ બની રહ્યો છે.

gold silver price today | gold silver rate today | gold coin | gold | Gold Bars Coins

ભૌગોલિક રાજકીય તણાવ

પશ્ચિમ એશિયામાં વધતા ભૌગૌલિક રાજકીય તણાવના પગલે સેફ હેવન ગણાતા સોનાની માંગ વધી રહી છે. તાજેતરની ભૂરાજકીય ઘટનાઓમાં યુક્રેન સૈન્ય દ્વારા રશિયન રિફાઇનરી પર ડ્રોન હુમલો અને ઈઝરાયલ ગાઝા સંઘર્ષના લીધે સોના ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે.

ચીનની ખરીદી

ચીન તરફથી સોના ચાંદી ની ખરીદી સતત વધી રહી છે. બુલિયન અને ઔદ્યોગિક ધાતુઓના સૌથી મોટા ઉપભોક્તા ચીને સોનાની તેજીમાં મોટું યોગદાન આપી રહ્યા છે. તાજેતરમાં ચીને તેના કટોકટીગ્રસ્ત રિયલ્ટી સેક્ટરને સ્થિર કરવા માટે ઐતિહાસિક પગલાંની જાહેરાત કરી હતી. જેનાથી મેટલ માર્કેટને ટેકો મળ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર સોમવારે ચીનના બજાર ખુલવાની પહેલા જ સોનાની કિંમતો વિક્રમી ઊંચાઈએ પહોંચી ગઈ હતી.

યુએસ ફેડ રિઝર્વની મિટિંગની મિનિટ્સ પર નજર

રોકાણકારોની નજર યુએસ ફેડરલ રિઝર્વની મિટિંગની મિનિટ્સ છે, જે બુધવારે જાહેર થશે. ફેડ રિઝર્વના નિવેદન બજારની આગામી દિશા નક્કી કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *