કલકત્તા હાઇકોર્ટનો મોટો ચુકાદો.
લોકસભા ચૂંટણી ૨૦૨૪ વચ્ચે કલકત્તા હાઈકોર્ટે એક મોટો ચુકાદો આપ્યો છે. માહિતી અનુસાર ૨૦૧૦ પછી ઈશ્યૂ કરવામાં આવેલા તમામ OBC સર્ટિફિકેટને રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
કલકત્તા હાઈકોર્ટે ચુકાદામાં શું કહ્યું?
કલકત્તા હાઈકોર્ટે બુધવારે કહ્યું કે ચુકાદો સંભળાવાયા બાદ રદ કરાયેલા સર્ટિફિકેટનો રોજગારની પ્રક્રિયામાં ઉપયોગ નહીં કરી શકાય. હાઈકોર્ટના આ આદેશથી આશરે ૫ લાખ ઓબીસી સર્ટિફિકેટ રદ થઇ ગયા છે. જોકે જે લોકો આ સર્ટિફિકેટથી ચુકાદા પહેલા લાભ લઈ ચૂક્યા છે તેમના પર આ નિર્ણયની કોઈ અસર નહીં થાય.