બદામઓ ગુંદર તેના અનેક સ્વાસ્થ્ય ગુણો માટે જાણીતો છે. બદામનો ગુંદર શરીરની ગરમીની સમસ્યાઓ અને પેટના અલ્સરને દૂર કરવામાં મદદ કરે છે અને સ્કિન અને વાળ લાભદાયી માનવામાં આવે છે. વધુમાં અહીં જાણો.

ઉનાળા ની ગરમીએ જોર પકડ્યું છે તાપમાન સતત વધી રહ્યું છે. એવામાં આપણા હેલ્થનું ધ્યાન રાખવું ખુબજ જરૂરી છે. ઉનાળાની ગરમીમાં પરસેવો વધુ થવાને લીધે ડીહાઇડ્રેશન થવાની શક્યતા વધી જાય છે. તેથી બોડીને પૂરતા પ્રમાણમાં હાઇડ્રેશનની જરૂર પડે છે. હાઇડ્રેશન માટે ઘણા ઓપ્શન અવેલેબલ છે જે તમારી બોડીને ઠંડક આપશે અને હાઈડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. ઇન્સ્ટાગ્રામ પર ડૉક્ટર શ્રી વિદ્યા પ્રશાંતએ એક એવા હેલ્થી ઓપ્શનની વાત કરી છે. આવો જાણીયે,

શિયાળમાં વસાણામાં ગુંદર પાક બનાવામાં આવે છે. જેમાં વપરાતો ગુંદર બાવળનો ગુંદર હોય છે. પરંતુ શું તમે બદામ ગુંદર વિષે જાણો છો, બદામઓ ગુંદર તેના અનેક સ્વાસ્થ્ય ગુણો માટે જાણીતો છે. બદામનો ગુંદર શરીરની ગરમીની સમસ્યાઓ અને પેટના અલ્સરને દૂર કરવામાં મદદ કરે છે અને સ્કિન અને વાળ લાભદાયી માનવામાં આવે છે. તે શરીરની નબળાઇ, વેઇટ કંટ્રોલ કરવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે. તે શરીરની ગરમી સામે સૌથી અસરકારક ઘરેલું ઉપચાર છે. તમે તમારા કોઈપણ જ્યુસ, દૂધ અથવા કોઈપણ મીઠાઈમાં બદામના ગમનો ઉપયોગ કરી શકો છો.
બદામ ગુંદરના ફાયદા
- બદામ ગુંદરનો વ્યાપક ઉપયોગ અલ્સર, એસિડિટી, પેટનું ફૂલવું(બ્લોટિંગ), પેટમાં બળતરા, કબજિયાત અને ઝાડા જેવી સ્વાસ્થ્ય સમસ્યાના ઉપાયમાં ઉપયોગી છે.
- બદામ ગુંદરની તાસીર ઠંડી છે. તેથી તેનો ઉનાળામાં ઉપયોગ શરીરની ગરમી ઘટાડવા માટે ઘરેલું ઉપચાર તરીકે થાય છે.
- તેમાં રહેલ કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ ૯૦ % થી વધુ હોય છે. આથી તેનું સેવન દૂધ સાથે ખાવાથી વજન વધારવામાં મદદ કરે છે.
- બદામ ગુંદર કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે.જેથી હાર્ટને લગતી સ્વાસ્થ્ય સમસ્યા હોય તેવા લોકો માટે પણ ફાયદારૂપ છે.
- આ ઉપરાંત જ્યારે લોહીમાં ઇન્સ્યુલિનના લેવલને કંટ્રોલ કરે કરે છે. જેથી ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આશીર્વાદ રૂપ છે.
- તેનું નિયમિત સેવન ન માત્ર કોલેસ્ટ્રોલને નિયંત્રિત રાખવામાં મદદ કરતું નથી પણ શરીરમાં લોહીનું સ્તર જાળવવામાં પણ મદદ કરે છે.
- સ્કિન માટે ફાયદાકારક : સ્કિનને ફ્રી રેડિકલ સામે રક્ષણ આપે છે જે અકાળ વૃદ્ધત્વ માટે જવાબદાર છે. આ ઉપરાંત તે સ્કિન પર થયેલ ઇજા કે ઘાને ઝડપથી રૂઝાવવામાં મદદ કરે છે અને સ્કિનને લગતી બળતરા, ફોલ્લીઓ, પિમ્પલ્સ અને ચેપ સામે અસરકારક ઉપાય છે.
- સ્કિન અને વાળ માટે સારું : બદામ ગુંદરનાં ઈમોલિયન્ટ ગુણધર્મો સ્કિનને હાઈડ્રેટેડ અને પોષિત રાખવામાં મદદ કરે છે. તેમાં પ્રાકૃતિક હાઇડ્રેન્ટ્સ હોય છે, જે સ્કિનની ડ્રાયનેસ અને બળતરા ઘટાડે છે. આ ઉપરાંત ગ્લોઈંગ સ્કિન માટે અસરકારક ઉપાય છે.
- તે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને મજબૂત બનાવે છે અને કુદરતી રીતે ઘણા રોગો સામે રોગપ્રતિકારક શક્તિને વધારે છે.
- બદામ ગુંદર સગર્ભા સ્ત્રીઓ માટે ગુણકારી છે કારણ કે તે શરીર અને હાડકાંને મજબૂત બનાવે છે જ્યારે ગર્ભમાં ગર્ભના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
હેલ્થ એક્સપર્ટે જણાવ્યું કે, ઉનાળામાં બદામ ગુંદરનું સેવન શરીરને ઠંડક આપે છે. બદામ ગુંદરને જ્યારે ઠંડુ દૂધ, ગુલાબનું દૂધ અથવા નારિયેળના દૂધ સાથે મિક્ષ કરવામાં આવે છે, ત્યારે તે એસિડિટી, અલ્સર અને પેટમાં બળતરા ઘટાડવામાં મદદ કરી શકે છે. તેમાં એન્ટીઑકિસડન્ટ, એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિમાઇક્રોબાયલ ગુણ ધરાવે છે.
બદામ ગુંદર ડાયેટરી ફાઇબરથી સમૃદ્ધ છે અને તેમાં પ્રોટીન, કેલ્શિયમ અને એન્ટીઓક્સીડેન્ટ જેવા વિવિધ પોષક તત્વો હોય છે. તે પાચનમાં મદદ કરે છે અને સારા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપે છે, એકંદરે, ઉનાળા દરમિયાન તમારા ડાયટમાં બદામ ગુંદરનો સમાવેશ કરવો એ ગરમીને હરાવવા અને સ્વસ્થ રહેવામાં મદદ કરે છે.
બદામ ગુંદરને જ્યારે પાણીમાં પલાળવામાં આવે છે, ત્યારે તે જેલ જેવો પદાર્થ બની જાય છે, જે વિવિધ ડ્રિંક જેવા કે લીંબુનું શરબત અથવા તો મિલ્કશેકમાં ઉમેરી શકાય છે.આ જેલ શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે અને ગરમીમાં ડિહાઇડ્રેશન સામે લડવા માટે લોકપ્રિય પસંદગી છે.
અહીં જાણો બદામ ગુંદરની ખાસ રેસીપી
સામગ્રી :
- બદામ ગુંદર
- ગાજર
- છીણેલું નારિયેળ
- મધ
- પાણી
મેથડ : બદામ ગુંદરને આખી રાત પલાળી રાખો, જેથી નરમ જેલી જેવી રચના બની જાય. ત્યારબાદ એક બ્લેન્ડરમાં થોડા સમારેલા ગાજર અને છીણેલું નાળિયેર પાણી સાથે ઉમેરો. સારી રીતે બ્લેન્ડ કરો અને તે જ્યુસને ગાળી લો. આ ઉપરાંત ૧-૨ ચમચી બદામ ગુંદર અને સ્વીટનેસ માટે મધ ઉમેરો અને ચિલ્ડ સર્વં કરો.