મારપીટ બાદ ચાલતી અટકળો વચ્ચે માલીવાલનો જવાબ

'મારી રાજ્યસભાની સીટ પાછી લેવા માંગતા હતા તો...', મારપીટ બાદ ચાલતી અટકળો વચ્ચે માલીવાલનો જવાબ

આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યસભાની સીટ ખાલી કરવા અંગેના સવાલ પર સ્વાતિ માલીવાલે જવાબ આપતા કહ્યું હતું કે, “જો તેઓ મારી રાજ્યસભાની સીટ પાછી લેવા ઈચ્છતા હતા, તો તેઓએ પ્રેમથી માંગી હોત તો હું મારો જીવ પણ આપી દોત, સાંસદ બહુ નાની વાત છે. મેં મારા આખા કરિયરમાં ક્યારેય કોઈ પદ માટે લાલસા નથી રાખી, હું પોસ્ટ વગર પણ કામ કરી શકું છું. પરંતુ જે રીતે મારી મારપીટ કરવામાં આવી છે, તેથી હવે તેઓ ભલે દુનિયાની ગમે તેટલી તાકાત લગાવે, હું કોઈ પણ સંજોગોમાં રાજીનામું નહીં આપું.”

સમાચાર એજન્સી દ્વારા સ્વાતિ માલીવાલને પૂછવામાં આવ્યું કે, આમ આદમી પાર્ટીના કેટલાક સૂત્રોનું કહેવું છે કે, કદાચ એવુ બની શકે કે, તમને કહેવામાં આવ્યું હોય કે તમારે તમારી રાજ્યસભાની સીટ છોડવી પડશે, કોઈ ખાસ વકીલ માટે આ સીટની જરૂર છે. શું આ મુદ્દો હતો? ત્યારે તેના જવાબમાં સ્વાતિએ જણાવ્યું હતું કે,

એ સમયે માત્ર ત્રણ લોકો હતા, તેમાંની હું એક છું : સ્વાતિ માલીવાલ

સ્વાતિ માલીવાલે કહ્યું કે, ‘જો તે મારી રાજ્યસભાની સીટ પાછી ઈચ્છતા હતા, તો તેમણે પ્રેમથી માગ્યું હોત તો હું મારો જીવ પણ આપી દેત, સાંસદ બહુ નાની વાત છે. મેં મારા આખા કરિયરમાં ક્યારેય કોઈ પદની ઈચ્છા રાખી નથી. મેં ૨૦૦૬ માં મારી એન્જિનિયરિંગની નોકરી છોડીને જ્યારે જોડાઈ ત્યારે કોઈ કોઈને ઓળખતું ન હતું. એ સમયે માત્ર ત્રણ લોકો હતા, અને હું તેમાંથી એક હતી. હું ત્યારથી હું કામ કરું છું. મેં જમીન પર કામ કર્યું છે. ૨૦૦૬ થી ૨૦૧૨ સુધી મેં તમામ કામગીરી પૂરી કરી છે. હું સૌથી અગ્રણી લોકોમાંથી એક હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *