દુનિયાભરમાં ૨૪ મે ના રોજ નેશનલ બ્રધર્સ ડે ના રૂપમાં મનાવવામાં આવે છે. આ દિવસ ભાઈઓને સમર્પિત છે.

દુનિયાભરમાં ૨૪ મે ના રોજ નેશનલ બ્રધર્સ ડે ના રૂપમાં મનાવવામાં આવે છે. આ દિવસ ભાઈઓને સમર્પિત છે. આ દિવસ ઉજવવાનો હેતુ લોકોને ભાઈઓના પ્રેમ અને સમર્પણથી વાકેફ કરવાનો છે. આ દિવસ એવા ભાઈઓને સમર્પિત છે જેઓ માતા-પિતાની જેમ તેમના નાના ભાઈઓની સંભાળ રાખે છે. ભાઈઓને વિશેષ અનુભવ કરાવવાનો આ દિવસ છે.
બ્રધર્સ ડે વિશ્વના તમામ દેશોમાં મનાવવામાં આવે છે પરંતુ અમેરિકામાં આ દિવસે ખાસ સેલિબ્રેશન થાય છે. આ દિવસ અમેરિકા ઉપરાંત વિશ્વના ઘણા દેશો જેવા કે ઓસ્ટ્રેલિયા, રશિયા, ફ્રાન્સ અને જર્મનીમાં પણ ધામધૂમથી ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસની ઉજવણીની શરૂઆત સી.ડેનિયલ રોડ્સે કરી હતી.
બ્રધર્સ ડે નો ઇતિહાસ
નેશનલ બ્રધર્સ ડેની શરૂઆત વિશે ઘણા મંતવ્યો છે. માનવામાં આવે છે કે ૨૦૦૫માં સી ડેનિયલ રોડ્સે આ દિવસની શરૂઆત કરી હતી. જે વ્યવસાયે કલાકાર અને લેખક હતા. આ દિવસની શરૂઆત ભાઈ-બહેનના સંબંધોને સન્માન આપવા માટે કરવામાં આવી હતી. આ દિવસ તમારા ભાઈના વખાણ કરવા, તેમનું સન્માન કરવા અને તેને મનાવવા માટે શ્રેષ્ઠ છે. બ્રધર્સ ડે ભાઈ-બહેન દિવસથી અલગ છે. તમને જણાવી દઈએ કે આ સિવાય ૧૦ એપ્રિલે સિબલિંગ્સ ડે મનાવવામાં આવે છે. જેને રાષ્ટ્રીય ભાઈ-બહેન દિવસ કહેવામાં આવે છે.
બ્રધર્સ ડે નું મહત્વ
પ્રેમ અને વિશ્વાસ એ ભાઈ-ભાઈના સંબંધોનો પાયો અને આકર્ષણ છે. જોકે ભાઈ-ભાઈના આ કિંમતી સંબંધને સેલિબ્રેટ કરવા માટે કોઈ ખાસ દિવસ અને બંધનની જરૂર નથી. તેમ છતા બ્રધર્સ ડે આપણને ભાઈ પ્રત્યેનો સ્નેહ અને પ્રેમ વ્યક્ત કરવાની તક આપે છે. એકબીજાને ગિફ્ટ આપી પણ આ દિવસની ઉજવણી કરી શકાય છે.