અદાણી ગ્રૂપ કંપનીઓના શેરમાં હિંડનબર્ગ રિસર્ચના વિવાદ બાદ ૭૫ % સુધીનો કડાકો બોલાયો હતો. પરિણામે અદાણી ગ્રૂપની માર્કેટવેલ્યૂમાં ૧૫૦ અબજ ડોલરથી વધુ ધોવાણ થયું હતુ.
અદાણી ગ્રૂપ કંપનીઓના શેરમાં જબરદસ્ત રિકવરી જોવા મળી છે. જાન્યુઆરી ૨૦૨૪માં હિડેનબર્ગ રિપોર્ટના વિવાદ બાદ અદાણી ગ્રૂપની ૬ કંપનીઓના શેરમાં રોકાણકારોને થયેલા નુકસાનની સંપૂર્ણ ભરપાઇ થઇ ગઇ છે. નોંધનિય છે કે, યુએસ શોર્ટ સેલર ફર્મ હિડેનબર્ગ રિસર્ચના વિવાદ બાદ અદાણ ગ્રૂપ કંપનીઓના શેરમાં ૭૫ % સુધીનું ધોવાણ થયું. પરિણામે અદાણી ગ્રૂપની કૂલ માર્કેટકેપમાં ૧૫૦ અબજ ડોલરથી વધુ ઘટાડો થયો હતો.
અદાણી ગ્રૂપ કંપનીઓના શેરમાં સંપૂર્ણ રિકવરી
અદાણી ગ્રૂપની શેરબજારમાં ૧૦ લિસ્ટેડ કંપની છે, જેમાંથી ૬ કંપનીઓના શેર હિંડનબર્ગ રિસર્ચના આંચકામાંથી સંપૂર્ણપણે રિકવર થયા છે. આ સાથે અદાણી ગ્રૂપનુ બજારમૂલ્ય ૨૦૦ અબજ ડોલરને વટાવી ગયું છે.
કંપનીનું નામ | આજનો બંધભાવ | માર્કેટકેપ |
---|---|---|
અદાણી એન્ટરપ્રાઇસ | ૩૩૮૪ | ૩૮૫૮૫૦ |
એસીસી લિમિટેડ | ૨૬૦૮ | ૪૮૯૮૬ |
અદાણી પોર્ટ્સ સેઝ | ૧૪૧૫ | ૩૦૫૮૨૧ |
અદાણી ગ્રીન | ૧૯૨૫ | ૩૦૪૯૮૯ |
અદાણી એનર્જી | ૧૧૦૫ | ૧૨૩૨૬૧ |
અદાણી ટોટલ ગેસ | ૯૮૦ | ૧૦૭૭૮૬ |
અદાણી પાવર | ૭૦૭ | ૨૭૨૬૬૬ |
અંબુજા સિમેન્ટ | ૬૩૮ | ૧૫૭૧૪૭ |
અદાણી વિલ્મર | ૩૪૫ | ૪૪૮૩૮ |
એનડીટીવી | ૨૪૨ | ૧૫૬૪ |
અદાણી ગ્રૂપની કંપનીઓમાં અદાણી પોર્ટ્સ સેઝ અને અદાણી પાવર લિમિટેડના શેરે ચાલુ વર્ષે સૌથી સારો દેખાવ કર્યો છે. ઉપરોક્ત બંને શેરમાં અનુક્રે ૪૦ % અને ૩૫ %નો ઉછાળો જોવા મળ્યો છે. અંબુજા સિમેન્ટ અને અદાણી એન્ટરપ્રાઇસના શેરમાં અનુક્રમે ૨૫ % અને ૨૦ %ની તેજી આવી છે. તો એનટીડીવી શેરમાં સૌથી ઓછો ૫.૫ %નો સુધારો થયો છે.

અદાણી ગ્રૂપના શેરમાં તેજીનું કારણ
અદાણી ગ્રૂપ કંપનીઓના શેર છેલ્લા ૨ – ૩ મહિનાથી સતત વધી રહ્યા છે. હિંડનબર્ગ રિપોર્ટ કેસમાં સેબી અને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળ્યા બાદ અદાણી ગ્રૂપ કંપનીઓના શેરમાં રિકવરી જોવા મળી છે. ઉપરાંત હિંડનબર્ગ વિવાદ બાદ રોકાણકારોનો ગુમાવેલો વિશ્વાસ ફરી હાંસલ કરવા માટે અદાણી ગ્રૂપ દ્વારા ઋણ બોજમાં ઘટાડો, લોન રિપેમેન્ટ, કંપનીઓમાં શેરહોલ્ડિંગમાં વધારો જેવા વિવિધ પગલાં લેવામાં આવ્યા છે, જેની સાનુકુળ અસરે કંપનીઓના શેર વધ્યા છે.
સેન્સેક્સ ઇન્ડેક્સમાં અદાણી એન્ટરપ્રાઇસની એન્ટ્રી સંભવ
બીએસઇ સેન્સેક્સ ઇન્ડેક્સમાં અદાણી એન્ટપ્રાઇસની એન્ટ્રી થઇ શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર આઈઆઈએફએળ ઓલ્ટરનેટિવ રિસર્ચે એક નોટમાં જણાવ્યું છે કે, બીએસઇ સેન્સેક્સ ઇન્ડેક્સમાં અદાણી એન્ટપ્રાઇસનો સમાવેશ થવા સંભવ છે. જે ૩૦ સ્ટોક વાળા સેન્સેક્સ ઇન્ડેક્સમાં સામેલ થનાર અદાણી ગ્રૂપની પ્રથમ કંપની હશે. સેન્સેક્સમાં વિપ્રોનું સ્થાને અદાણી એન્ટપ્રાઇસ લઇ શકે છે. સેન્સેક્સમાં અદાણી એન્ટપ્રાઇસનો સમાવેશ થવાથી ઇન્ડેક્સ ફોક્સ્ડ પેસિવ ફંડમાંથી ૧૧૮ મિલિયન ડોલર એટલે લગભગ ૧૦૦૦ કરોડ રૂપિયાનો ઇનફ્લો જોવા મળી શકે છે.