છઠ્ઠા તબક્કામાં ઉત્તર પ્રદેશની ૧૪, હરિયાણાની તમામ ૧૦, બિહાર અને પશ્ચિમ બંગાળની ૮-૮, દિલ્હીની સાત, ઓડિશાની ૬, ઝારખંડની ૪ અને જમ્મુ-કાશ્મીરની ૧ બેઠક પર પણ મતદાન ચાલું થયું છે.
લોકસભા ચૂંટણી ૨૦૨૪ના ૬ તબક્કામાં ૨૫ મેના રોજ ૬ રાજ્યો અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશોની ૫૮ બેઠકો પર મતદાન શરું થયું છે. આ રાજ્યોમાંથી કુલ ૮૮૯ ઉમેદવારો મેદાનમાં છે. છઠ્ઠા તબક્કામાં ઉત્તર પ્રદેશની ૧૪, હરિયાણાની તમામ ૧૦, બિહાર અને પશ્ચિમ બંગાળની આઠ-આઠ, દિલ્હીની સાત, ઓડિશાની છ, ઝારખંડની ચાર અને જમ્મુ-કાશ્મીરની એક બેઠક પર પણ મતદાન શરું થઈ ગયું છે.
પાંચ તબક્કામાં ૨૫ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૫૪૩ લોકસભા બેઠકોમાંથી ૪૨૮ બેઠકો પર મતદાન યોજાયું છે. ૨૫ મેના રોજ છઠ્ઠા તબક્કાના મતદાન બાદ ૧ જૂને સાતમા અને છેલ્લા તબક્કામાં મતદાન થશે અને ૪ જૂને પરિણામ જાહેર થશે.
પીએમ મોદીની મતદારોને અપીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ મતદારોને છઠ્ઠા તબક્કાના મતદાન દરમિયાન ઉત્સાહભેર મતદાન કરવાની અપીલ કરી છે. તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું છે કે જે કોઈ પણ છઠ્ઠા તબક્કામાં મતદાન કરવા જઈ રહ્યું છે, હું તમને બધાને મોટી સંખ્યામાં બહાર આવવાની અપીલ કરું છું. દરેક મતની કિંમત હોય છે, તમારી કિંમત પણ સમજો. જ્યારે દેશની જનતા ચૂંટણી પ્રક્રિયામાં સક્રિય હોય ત્યારે જ લોકશાહી પ્રગતિ કરી શકે છે. હું ખાસ કરીને મહિલાઓ અને યુવાનોને મતદાન કરવાની અપીલ કરું છું.
૬ તબક્કામાં આ દિગ્ગજો મેદાનમાં
છઠ્ઠા તબક્કામાં મેનકા ગાંધી (સુલતાનપુર), મનોહર લાલ ખટ્ટર (કરનાલ), મહેબૂબા મુફ્તી (અનંતબાગ રાજૌરી), દિનેશ લાલ નિરહુઆ (આઝમગઢ), મનોજ તિવારી (ઉત્તર પૂર્વ દિલ્હી), ધર્મેન્દ્ર પ્રધાન (સંબલપુર), કન્હૈયા કુમાર (ઉત્તર પૂર્વ દિલ્હી), અભિજીત ગંગોપાધ્યાય (તમલુક), નવીન જિંદાલ (કુરુક્ષેત્ર) રાવ ઈન્દ્રજીત સિંહ (ગુરુગ્રામ), કૃષ્ણપાલ ગુર્જર જેવા દિગ્ગજોનું ભાવિ ઈવીએમમાં સીલ થઈ જશે.
બેઠક | BJP NDA | Congress INDIA અને વિપક્ષ |
કરનાલ | મનોહર લાલ ખટ્ટર | દિવ્યાંશુ બુધ્ધિરાજા |
ડમુરિયાગંજ | જગદંબિકા પાલ | ભિષ્મ શંકર (સમાજવાદી પાર્ટી) |
ગુડગાંવ | રાવ ઇન્દ્રજીત | રાજ બબ્બર (કોંગ્રેસ) |
ફરીદાબાદ | કૃષ્ણ પાલ સિંહ | મહેન્દ્ર પ્રતાપ સિંહ (કોંગ્રેસ) |
સંબલપુર | ધર્મેન્દ્ર પ્રધાન | પ્રણવ પ્રકાશ (બીજેડી) |
પુરી | સંબિત પાત્રા | અરુણ મોહન (બીજેડી) |
સુલ્તાનપુર | મેનકા ગાંધી | રામભુઆલ નિષાદ (સમાજવાદી પાર્ટી) |
આઝમગઢ | દિનેશ લાલ યાદવ | ધર્મેન્દ્ર યાદવ (સમાજવાદી પાર્ટી) |
કુરુક્ષેત્ર | નવીન જિંદલ | સુશીલ ગુપ્તા |
રોહતક | અરવિંદ શર્મા | દીપેન્દ્ર હુડ્ડા |
ઉત્તર પૂર્વ દિલ્હી | મનોજ તિવારી | કનૈયા કુમાર |
નવી દિલ્હી | બાસુરી સ્વરાજ | સોમનાથ ભારતી |
પૂર્વ ચંપારણ | રાધા મોહન સિંહ | રાજેશ કુમાર |
સિવાન | વિજયલક્ષ્મી દેવી (જેડીયૂ) | અવધ ચૌધરી બિહારી |
અનંતનાગ રાજૌરી | મીયા અલતાફ અહમદ (નેશનલ કોન્ફેરન્સ) | મહેબુબા મુફ્તી (જમ્મુ કાશ્મીર પીડીપી) |
લોકસભા ચૂંટણી પરિણામ ૨૦૧૯ છઠ્ઠા તબક્કા અંગે વાત કરીએ તો આ તબક્કામાં ભાજપનો દબદબો રહ્યો હતો. ગત ચૂંટણીમાં છઠ્ઠા તબક્કા માટે જે બેઠકો પર મતદાન થયું હતું એમાં ભાજપ ૪૦ % બેઠકો જીતી હતી. બહુજન સમાજવાદી પાર્ટી (બસપા) માત્ર ૪ બેઠકો જીતી શકી હતી. મમતા બેનર્જી ની પાર્ટી ટીએમસી ૪ બેઠક, જેડીયૂ ૩, એલજેપી ૧, આજસૂ ૧ અને નેશનલ કોંગ્રેસને પણ ૧ બેઠક મળી હતી.