૨૦ ભારતીયોને પાડોશી દેશમાં ગુલામ બનાવાયા

૧૮ કલાક કામ કરાવે છે, સરકારને બચાવવા અપીલ.

20 ભારતીયોને પાડોશી દેશમાં ગુલામ બનાવાયા, 18 કલાક કામ કરાવે છે, સરકારને બચાવવા અપીલ

નોકરી માટે મ્યાનમાર ગયેલા ૨૦ ભારતીયોના પરિવારોએ હવે તેમને પાછા લાવવા માટે વિદેશ મંત્રાલયને વિનંતી કરી છે. અહેવાલ મુજબ, તેમનોનો દાવો છે કે પરિવારના સભ્યોને દુબઈના એક એજન્ટે વિદેશમાં ઊંચા પગારની નોકરીની લાલચમાં થાઈલેન્ડ લઈ જવાની લાલચ આપી હતી. જોકે તેમના બદલે તેમને મ્યાનમાર મોકલી દેવામાં આવ્યા હતા અને ત્યાં તેને બંધક બનાવી લેવાયા. આવી સ્થિતિમાં તેમના જીવને ખતરો હોવાનો દાવો કરાયો છે.

ભાજપ સાંસદ પાસે માગી મદદ 

પીડિતોના પરિવારોએ કૈરાનાના ભાજપ સાંસદ પ્રદીપ ચૌધરી પાસે મદદ માંગી હતી. ત્યારપછી વિદેશ મંત્રાલયને આ માહિતી આપવામાં આવી હતી. ખરેખર ભારતના એક વર્કરે સોશિયલ મીડિયા પર પોતાનો એક વીડિયો અપલોડ કર્યો હતો જેમાં તેણે દુર્દશા જણાવી હતી. તે વીડિયોમાં કહે છે કે તેનો એક સાથીદાર ટોર્ચરને કારણે મૃત્યુ પામી ગયો છે. એક છોકરીને તો માથામાં ગંભીર ઈજા થઈ છે અને તે પણ જીવન-મૃત્યુ વચ્ચે ઝઝૂમી રહી છે.

મ્યાનમારમાં બંધક બનેલા વર્કરની ઓળખ કુલદીપ કુમાર તરીકે થઇ છે. તેણે સોશિયલ મીડિયા પર બે વીડિયો શેર કર્યા છે. કુલદીપે કહ્યું કે તેને મ્યાનમારમાં બંધક બનાવવામાં આવ્યો છે અને અત્યાર સુધી તેને કોઈ મદદ મળી નથી. જો તેમને સમયસર દૂર કરવામાં નહીં આવે તો તેઓ કોઈપણ પગલું ભરી શકે છે. 83 સેકન્ડના આ વીડિયોમાં કુલદીપ કહે છે કે, અમારા પરિવારોએ વિદેશ મંત્રાલયને અપીલ કરી છે પરંતુ હજુ સુધી અમને કોઈ મદદ મળી નથી.

કુલદીપે કહ્યું કે અમને ૧૮ કલાક કામ કરાવવામાં આવે છે અને ખાવા માટે માત્ર બે વાટકી ભાત આપવામાં આવે છે. જો તેઓ કામ કરવાની ના પાડે તો તેમને માર મારવામાં આવે છે અને ૧૦ કિલોમીટર સુધી દોડવા માટે મજબૂર કરાય છે. કુલદીપના પરિવારે જણાવ્યું કે, કુલદીપે છુપાઈને રાખેલા ફોનથી વીડિયો રેકોર્ડ કર્યો હતો. ૨૨ એપ્રિલે તે બેંગકોક જવા રવાના થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *