અરવિંદ કેજરીવાલના તાજેતરના ઈન્ટરવ્યુને લઈને પીએમ મોદીએ સવાલ કર્યો કે,’ગંભીર અપરાધિક કેસનો સામનો કરી રહેલા લોકોનો મીડિયા ઈન્ટરવ્યુ કેવી રીતે લઈ શકે ?
લોકસભા ચૂંટણીની વચ્ચે પીએમ મોદીએ અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યા છે. વાત જાણે એમ છે કે, પીએમ મોદીએ એક ખાનગી મીડિયાને આપેલ ઇન્ટરવ્યુમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર નિશાન સાધતા પીએમ મોદીએ કુખ્યાત અપરાધી ચાર્લ્સ શોભરાજને યાદ કર્યા હતા. અરવિંદ કેજરીવાલના તાજેતરના ઈન્ટરવ્યુને લઈને પીએમ મોદીએ સવાલ કર્યો કે,’ગંભીર અપરાધિક કેસનો સામનો કરી રહેલા લોકોનો મીડિયા ઈન્ટરવ્યુ કેવી રીતે લઈ શકે? તે પણ એવા વ્યક્તિનું કે જેના પર હાઈકોર્ટે આકરી ટીપ્પણી કરી છે. આ પહેલા માત્ર ચાર્લ્સ શોભરાજનો આવો ઈન્ટરવ્યુ થયો હતો.
વડાપ્રધાનને જ્યારે પૂછવામાં આવ્યું કે, અરવિંદ કેજરીવાલે તિહારમાં ૪૦ દિવસ વિતાવ્યા અને હવે તેઓ પ્રચાર કરી રહ્યા છે. ઇકોસિસ્ટમ અથવા તેઓ પોતે તેને તેમની જીત ગણાવી રહ્યા છે. જાણે કોઈ કૌભાંડ ન થયું હોય. તે કહે છે કે જો તમે મને ચૂંટણી જીતાડશો તો હું જેલમાં નહીં જઈશ અને રાજીનામું પણ નહીં આપીશ. આ બધું મારી વિરુદ્ધનું કાવતરું હતું… આ મારી જીત છે. તમે આને કેવી રીતે જુઓ છો ? જેના જવાબમાં પીએમ મોદીએ કહ્યું, તેમનો કેસ કોર્ટમાં છે, તેના પર ટિપ્પણી કરવી યોગ્ય નથી. પરંતુ દારૂના કૌભાંડમાં હાઈકોર્ટે આકરી ટીપ્પણી કરી છે. શું જાહેર જીવનમાં કોઈ જવાબદારી રહેશે નહીં? એક સમય હતો જ્યારે બાળક છેતરપિંડી કરતા પકડાય તો શાળાએ જતું ન હતું. કોપી કરનાર બાળકના માતા-પિતા પણ શરમાતા હતા. આજે તેઓ નિર્લજ્જતાથી જેમના ખભા પર આરોપ મુકાયા છે તેમની સાથે નાચી રહ્યા છે. આ ચિંતાનો વિષય છે.