આઈપીએલમાં હૈદરાબાદ અને કોલકાતા વચ્ચે અત્યાર સુધીમાં ૨૭ મેચો રમાઇ છે. જેમાં ૧૮ મેચમાં કોલકાતાનો વિજય થયો છે અને ૯ મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે.
આઈપીએલ ૨૦૨૪ના ફાઈનલ મુકાબલામાં કોલકાતા નાઈટ રાઇડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થશે. આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે.
સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સ હેડ ટુ હેડ
આઈપીએલમાં હૈદરાબાદ અને કોલકાતા વચ્ચે અત્યાર સુધીમાં ૨૭ મેચો રમાઇ છે. જેમાં ૧૮ મેચમાં કોલકાતાનો વિજય થયો છે અને ૯ મેચમાં હૈદરાબાદનો વિજય થયો છે. બન્ને વચ્ચેના મુકાબલામાં કોલકાતાનો હાઈએસ્ટ સ્કોર ૨૦૮ અને લોએસ્ટ સ્કોર ૧૦૧ રન છે. જ્યારે હૈદરાબાદનો હાઇએસ્ટ સ્કોર ૨૨૮ અને લોએસ્ટ સ્કોર ૧૧૫ રન છે. ૨૦૨૪ની સિઝનમાં બન્ને બે વખત ટકરાયા છે અને બન્ને મેચમાં કોલકાતાનો વિજય થયો હતો.
આજે આઈપીએલની ફાઈનલ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો વચ્ચે મુકાબલો થવાનો છે. આ મેચ ચેન્નાઈના ક્રિકેટ સ્ટેડીયમમાં રમાવાની છે, ત્યારે આજે મેદાનમાં બે બર્થ-ડે બોય રમતા જોવા મળશે. આજે કોલકાતા અને હૈદરાબાદની મેચની સાથે સાથે બે વિસ્ફોટ બેટ્સમેનોનો જન્મદિવસ છે અને તેમાંથી એકને ચેમ્પિયન્સ ટ્રોફી જીતવાની તક મળશે, જ્યારે બીજાની હાર થતી જોવા મળશે.
આજે સુનીલ નારાયણનો ૩૬મો જન્મ દિવસ
નીતિશ રેડ્ડી આજે ૨૧ વર્ષ પુરા કર્યા
આ સિઝનમાં સનરાઈઝર્સ હૈદરાબાદ માટે વિસ્ફોટ બેટર નીતિશ કુમાર રેડ્ડી એ ઘણી મોટી ઈનિંગ્સ રમી છે. ટીમની જીતમાં યોગદાન આપનાર આ શાનદાર બેટ્સમેન આજે પોતાનો ૨૧મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. આટલી નાની ઉંમરે ટીમમાં મહત્વની ભૂમિકા ભજવનાર નીતિશ પણ આજે દમદાર બેટીંગ કરી ફાઈનલ મેચ જીતવા માટે પ્રયાસો કરશે.
જન્મદિવસ પર ફાઈનલ રમનારા ખેલાડીઓ
આ પહેલા આઈપીએલમાં બે વખત આવું બન્યું છે, જ્યારે કોઈ ખેલાડીને તેના જન્મદિવસ પર ફાઈનલમાં રમવાની તક મળી હોય. વર્ષ ૨૦૧૨માં માઈકલ હસી તેના જન્મદિવસ પર ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ફાઇનલમાં રમ્યો હતો અને તેમાં કોલકાતાનો વિજય થયો હતો. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડ ને ૨૦૧૯માં તેના જન્મદિવસ પર ફાઈનલ મેચ રમી હતી, જેમાં ચેન્નાઈનો એક રને હાર આપી હતી.