• હૈદરાબાદનો સ્કોર : ૧૮.૩ ઓવરમાં ૧૧૩ રનમાં ઓલઆઉટ, પેટ કમિન્સના ૨૪, એડન માર્કરામના ૨૦, હેનરીક ક્લાસેન ૧૬ રન, પેટ કમિન્સ અને શાહબાજ અહેમદની એક-એક વિકેટ.
• કોલકાતાનો સ્કોર : ૧૦.૩ ઓવરમાં ૧૧૪/૨, રહમાનુલ્લાહ ગુરબાજના ૩૯, વેંકટેશ ઐય્યરના ૫૨, શ્રેયસ ઐય્યરના ૬ રન, આંદ્રે રસેલની ત્રણ, મિશેલ સ્ટાર્ક અને હર્ષિક રાણાની બે-બે, વૈભવ આરોરા, સુનીલ નારાયણ અને વરુણ ચક્રવર્તીની એક-એક વિકેટ.
હૈદરાબાદ સામે KKRએ શાનદાર બોલિંગ કરી હતી અને વિરોધી ટીમના બેટ્સમેનો પાસે KKRના બોલરોનો સામનો કરવાની કોઈ વ્યૂહરચના જણાતી ન હતી. આ મેચમાં હૈદરાબાદના બોલરો સંપૂર્ણપણે બિનઅસરકારક રહ્યા હતા, જેના બોલ પર વેંકટેશ અય્યર અને ગુરબાઝે ફ્રી શોટ લીધા હતા. અય્યરે અણનમ ૫૨ રન જ્યારે ગુરબાઝે ૩૬ રન બનાવ્યા હતા.
અત્યાર સુધીમાં કોણ આઇપીએલ ચેમ્પિયન બન્યું
ટીમ | ચેમ્પિયન ટ્રોફીની સંખ્યા |
મુંબઈ ઈન્ડિયન્સ | ૫ |
ચેન્નઈ સુપર કિંગ્સ | ૫ |
કોલકાત્તા નાઈટ રાઈડર્સ | ૩ |
ગુજરાત ટાઈટન્સ | ૧ |
સનરાઈઝર્સ હૈદરાબાદ | ૧ |
દિલ્હી કેપિટલ | ૧ |
રાજસ્થાન રોયલ્સ | ૧ |