કેટલા પર ચલાવવું જોઈએ AC? સરકારે આપેલી સલાહ

ગુજરાત, દિલ્હી- એનઆરસી સહિત ભારતભરમાં ઘણા રાજ્યોમાં તીવ્ર ગરમી પડી રહી છે, જેથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ભયંકર ગરમીથી બચવા માટે લોકો વિવિધ પ્રકારે રાહત મેળવી રહ્યા છે, જેમાં મોટા ભાગના લોકો એસીનો ઉપયોગ કરે છે.

કેટલા પર ચલાવવું જોઈએ AC? સરકારે આપેલી સલાહ જાણીને ચોંકી જશો, મોટા ભાગના લોકો કરે છે ભૂલ

AC નો ઉપયોગ કરતાં લોકોમાં આ સવાલ ઘણીવાર ઉઠતો હોય છે, કે એસીને કેટલા ટેમ્પરેચર પર ચલાવવું જોઈએ. જેના પર ઊર્જા મંત્રાલયના નિષ્ણાતોએ ખાસ પ્રકારની માહિતી આપી છે.

ઊર્જા મંત્રાલયના નિષ્ણાતોના કહેવા પ્રમાણે  ACને હંમેશા ૨૬ ડિગ્રી અથવા તેનાથી વધુ ડિગ્રી પર ચલાવવું જોઈએ. આ સાથે તમે ઈચ્છો તો પંખો પણ ચલાવી શકો છો.

ઊર્જા મંત્રાલયના નિષ્ણાતોના કહેવા પ્રમાણે  ACને હંમેશા ૨૬ ડિગ્રી અથવા તેનાથી વધુ ડિગ્રી પર ચલાવવું જોઈએ. આ સાથે તમે ઈચ્છો તો પંખો પણ ચલાવી શકો છો.

એનર્જી કન્ઝર્વેશન બ્યુરોના એક્ઝિક્યુટિવ એન્જિનિયર દ્વારા ખાસ રીતે આપવામાં આવેલી ઉપયોગી માહિતી મુજબ, ACનો યોગ્ય અને સમજદારીપૂર્વક ઉપયોગ કરી શકાય છે.

હાલ ઉનાળાની ગરમી તેની ચરમસીમા પર છે, તેથી દરેક લોકો દરરોજ એર કંડિશનર (AC) નો ઉપયોગ કરે છે. આવી સ્થિતિમાં AC ચલાવવાની યોગ્ય પ્રક્રિયાને અનુસરવી જરુરી છે. 

હકીકતમાં ઘણા લોકોની આદત હોય છે કે, ACને ૨૨-૨૦ ટેમ્પરેચર પર ચલાવવું અને ઠંડી લાગે ત્યારે પોતાને ધાબળો ઓઢવાની આદત હોય છે. આનાથી વીજળીનો પણ વપરાશ વધારે થાય છે અને તેના કારણે બિલ પણ વધારે આવે છે. ત્યાર પછી લાંબા સમય પછી શરીરને નુકસાન થઈ શકે છે. 

એસી જેટલા વધારે ટેમ્પરેચર પર ચાલે છે, તેટલી ઓછી વીજળી વાપરે છે. એટલે ૧૬-૧૮ ડિગ્રી સેલ્સિયસ પર ચલાવવાથી વીજળી વધુ વપરાય છે, જ્યારે ૨૫-૨૬ ડિગ્રી સેલ્સિયસ પર ઓછી વીજળી વપરાય છે.

જો AC સાથે પંખાને ધીમી ગતિએ ચલાવવામાં આવે તો તે સારી ઠંડક આપશે.  ૨૬ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર સાથે પંખો પણ ચલાવી શકાય છે. 

AC ખરીદતા પહેલા હંમેશા તેના પર મળતાં BEE રેટિંગનું ધ્યાનમાં રાખો. હંમેશા ૫ સ્ટાર ACને પ્રાથમિકતા આપો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *