કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી લાગ્યો ઝટકો

સુપ્રીમ કોર્ટે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ચૂંટણી પ્રચાર માટે ૧ જૂન સુધી શરતી વચગાળાના જામીન આપ્યા છે. કેજરીવાલે સુપ્રીમ કોર્ટને વચગાળાના જામીન ૭ દિવસ લંબાવવાની માંગ કરી છે.

કેજરીવાલે આરોપીને મેસેજ કર્યા હતા, જજને મળવાનો પણ ઉલ્લેખ: દારૂ કૌભાંડમાં EDનો દાવો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો લાગ્યો છે. જસ્ટિસ એએસ ઓકની આગેવાની હેઠળની બેંચે કેજરીવાલની સ્વાસ્થ્યની તપાસ માટે વચગાળાના જામીનને ૭ દિવસ લંબાવવાની માંગ કરતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો. આટલું જ નહીં, બેંચે મોડી અરજી કરવા પર પણ સવાલો ઉઠાવ્યા.

જસ્ટિસ એએસ ઓકની બેંચે કહ્યું કે, ૧૭ મેના રોજ મુખ્ય મામલામાં આદેશ અનામત રાખવામાં આવ્યો. તે બેંચના એક સભ્ય જજ ગયા અઠવાડિયે વેકેશન બેંચમાં હતા. ત્યારે તમે આ માંગણી કેમ ન કરી? વેકેશન બેંચે કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીને કહ્યું કે તે સુનાવણી માટે વિનંતી ચીફ જસ્ટિસને કરે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *