નીમ કરોલી બાબા આશ્રમ કેંચી ધામ પ્રવાસનો જો તમે પ્લાન બનાવી રહ્યા હોવ તો તમે અહીં નજીકના નૈતીતાલ જેવા સુંદર સ્થળોની પણ મુલાકાત લઈ શકો છો, તો જોઈએ અહીં કેવી રીતે પહોંચાય? કેટલો ખર્ચ થાય? બીજુ નજીકમાં શું શું જોઈ શકો છો.

આજથી મોટો મંગળ શરૂ થયો છે. આ વખતે કુલ ૪ મુખ્ય મંગળ રહેશે. આ દિવસોમાં, ઉત્તર ભારતમાં દરેક જગ્યાએ હનુમાનજીની પૂજા કરવામાં આવે છે અને લોકો તે સ્થાનો પર જાય છે જ્યાં હનુમાનજી રહે છે. નીમ કરોલી બાબા કૈંચી ધામ પ્રત્યે લોકોની ખુબ ભક્તિ છે. લોકો અહીં બાબાના દર્શન કરવા જાય છે અને અનેક પ્રકારની ઈચ્છાઓ પૂરી કરે છે. આ સિવાય આ જગ્યા ખૂબ જ સુંદર છે અને તમે અહીં જઈને આસપાસના વિસ્તારોની પણ મુલાકાત લઈ શકો છો. તો ચાલો પહેલા જાણીએ કે, કૈંચી ધામ ક્યાં છે અને પછી અમદાવાદથી કૈંચી ધામ કેવી રીતે પહોંચવું.
કૈંચી ધામ નીમ કરોલી બાબાનો આશ્રમ ક્યાં છે?
કૈંચી ધામ નૈનીતાલથી અલમોડા માર્ગ પર લગભગ ૧૭ કિલોમીટર દૂર છે. તે નૈનીતાલ જિલ્લામાં આવે છે. કૈંચી ધામ પહોંચવા માટે સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન કાઠગોદામ છે જ્યાંથી નીમ કરોલી આશ્રમ 38 કિલોમીટર દૂર છે. અહીં તમને એક મોટો આશ્રમ જોવા મળશે જ્યાં બાબાએ સમાધિ લીધા પછી, તેમની અસ્થિ સ્થાપિત કરવામાં આવી હતી.
અમદાવાદથી કૈંચી ધામ કેવી રીતે પહોંચવું
અમદાવાદથી કૈંચી ધામ પહોંચવાનો સૌથી સસ્તો રસ્તો ટ્રેન છે. તમે અમદાવાદથી સિધી કોઈ ટ્રેન નથી પરંતુ તમે દિલ્હીથી કાઠગોદામ માટે ટ્રેન પકડો અને પછી ટેક્સી અને બસ દ્વારા કૈંચી ધામ પહોંચો. આમાં તમને ૧૬થી ૧૮ કલાક દિલ્હી પહોંચવાનો અને દિલ્હીથી ૬ થી ૮ કલાકનો સમય લાગી શકે છે. બીજો રસ્તો એ છે કે દિલ્હીથી નૈનીતાલ બસમાં બેસીને ત્યાંથી કૈંચી ધામ જવું. નૈનીતાલથી કૈંચી ધામનું અંતર ૧૯ કિમી છે અને અહીં પહોંચવામાં લગભગ ૧ કલાક લાગી શકે છે. આમાં તમને દિલ્હીથી ૮ થી ૧૦ કલાકનો સમય લાગી શકે છે.

કેંચી ધામ પ્રવાસ – કેટલો ખર્ચ થશે
અમદાવાદથી દિલ્હી જવા ટ્રેનનો સલીપર કોચ ખર્ચ ૫૦૦ રૂપિયા છે, તો દિલ્હીથી બસ દ્વારા નૈનીતાલ પહોંચવા માટે તમારે ૪૦૦ થી ૮૦૦ રૂપિયાનો ખર્ચ કરવો પડી શકે છે. આ પછી, અહીંથી આશ્રમ જવા માટે બસ દ્વારા ૧૦૦ રૂપિયા અને ટેક્સી દ્વારા ૩૦૦ રૂપિયાનો ખર્ચ થઈ શકે છે. આ પછી તમને નીમ કરોલી આશ્રમમાં એક ડોરમેટરી મળશે, જ્યાં રહેવાનો ખર્ચ પ્રતિ દિવસ ૨૦૦ રૂપિયા હોઈ શકે છે. આ સિવાય જો તમે ટ્રેનમાં જાઓ છો તો પણ તમારો પ્રવાસ (ટ્રાવેલિંગ ખર્ચ), રહેવા અને ખાવાનો ખર્ચ ૫ હજાર રૂપિયા સુધી આવી શકે છે.
કૈંચી ધામ નજીકના પ્રવાસન સ્થળો
- નીમ કરોલી બાબા આશ્રમ
- નૈનીતાલ
- ભીમતાલ
- રાણીખેત
- મુક્તેશ્વર
- કૌસાની
- બિનસાર
- જિમ કોર્બેટ નેશનલ પાર્ક
કેંચી ધામ હનુમાનજીના સૌથી મોટા ભક્તના દર્શનની સાથે સાથે નજીકના આ સુંદર સ્થાન પણ ફરી શકો છો. જે તમારો પ્રવાસ યાદગાર બનાવી દેશે.