રાજકોટ અગ્નિકાંડ બાદ સરકાર આ કાયદામાં સુધારો કરી એક મોટું પગલું લેવા તૈયાર…

Rajkot TRP Game Zone fire: 24 dead as massive fire breaks out at gaming  zone in Gujarat city - India Today

ગુજરાતમાં સર્જાયેલ અનેક દુર્ઘટનાઓમાં તંત્રની ચૂક હોવાનું બહાર આવતું રહ્યું છે અને આથી સરકારને માથે માછલાં ધોવાયા છે. સુરતની તક્ષશિલા અગ્નિકાંડથી લઈને મોરબી દુર્ઘટના, વડોદરા હરણિકાંડ અને અંતે રાજકોટ ગેમઝોન ફાયરની બનેલી દુર્ઘટનાઓએ સરકારની છબી ખરડી જ છે. આથી હવે સરકાર પોતાનો ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફટી મેઝર્સ રેગ્યુલેશન એક્ટ- ૨૦૧૬ સુધારવાની વિચારણામાં છે.

Gujarat Rajkot TRP Game Zone Fire Accident LIVE Photos Update | Rajkot News  | राजकोट गेम जोन में आग-12 बच्चों समेत 28 की मौत: वेल्डिंग की चिनगारी से आग  भड़की, सिर्फ एक

સરકાર જણાવે છે કે આ વિષય હાલ વિચારણા હેઠળ છે, આ મુદ્દે સરકાર ટૂંક સમયમાં જ કોઈ મોટું પગલું લઈ શકે તેમ છે. આ વિષયને સંલગ્ન તમામ પાસાઓ તપાસીને જરૂરી બાબતોને એક કાયદાના સ્વરૂપમાં ઢાળવા સરકાર વિચારણા કરી રહી હોવાનું જાણવા મળ્યું છે.

આવી દુર્ઘટનાઓને લઈને સરકાર ભીંસમાં આવી જતી હોય છે અને આથી સરકાર વિચારણા કરી રહી છે કે જે સ્થળોએ વધુ લોકો ભેગા થતાં હોય તે સ્થળના માલિક કે સંચાલકોએ કાયમી ફાયર ઓફિસરની નિમણૂક કરવી પડશે. અને આ અધિકારી પર જ તેમના સંકુલની આગની જવાબદારી રહેશે.

મોલ મલ્ટિપ્લેક્સ, સિનેમાગૃહ, મોટી રેસ્ટોરન્ટ, ગેમિંગઝોન વગેરે જેવા સ્થળો કે જ્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થતાં હોય ત્યાં કયા,મી ફાયર સેફટી ઓફિસરની નિમણૂક ફરજિયાત બનાવી દેવામાં આવશે. તો ધાર્મિક સ્થળો કે સામાજિક સંસ્થાઓ હંગામી ધોરણે ફાયર સેફટી અધિકારીની નિમણૂક કરી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *