દરરોજ નાસ્તામાં કેરી ખાવાથી શરીર પર શું અસર થાય?

કેરીમાં જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર હોય છે.

Consider the Mango — GOYA

તેઓ વિટામીન સીનો અદભૂત સ્ત્રોત છે, જે રોગપ્રતિકારક શક્તિ, હેલ્થી સ્કિન અને કોલેજન ઉત્પાદનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

Sl Mango Gif

ઉનાળા ની સીઝનની ખાસ વાત છે કેરી! ભાગ્યેજ કોઈ એવું હશે જેને કેરી પસંદ નઈ હોઈ, કેરી તેના રસદાર મધુર સ્વાદ માટે દુનિયાભરમાં જાણીતી છે, તેથીજ કેરી ને ફળોનો રાજા કહેવાય છે.પરંતુ શું તમે જાણો છો દરરોજ કેરી ખાવાથી શરીર પર કેવી અસર થાય છે? ખાસ કરીને નાસ્તા  માં કેરીનું દરરોજ સેવન કરવાથી સ્વાસ્થ્ય પર કેવી અસર થાય? જાણો

Mango In Breakfast

અહીં જાણો કેરી ખાવાના ફાયદા

Mango GIFs - Find & Share on GIPHY

પોષક તત્વોનો ભંડાર

કેરીમાં જરૂરી વિટામિન્સ અને મિનરલ્સ ભરપૂર હોય છે. તેઓ વિટામીન સીનો અદભૂત સ્ત્રોત છે, જે રોગપ્રતિકારક શક્તિ, હેલ્થી સ્કિન અને કોલેજન ઉત્પાદનમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. હેલ્થ એક્સપર્ટ અનુસાર, કેરી વિટામિન Aમાં પણ સમૃદ્ધ છે, જે સારી આંખોનું તેજ વધારે અને તંદુરસ્ત ત્વચા અને રોગપ્રતિકારક શક્તિને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ છે. આ ઉપરાંત, કેરી ફોલેટ (વિટામિન B9) પ્રદાન કરે છે, જે કોષોની વૃદ્ધિ માટે મહત્વપૂર્ણ છે અને ખાસ કરીને ગર્ભાવસ્થા દરમિયાન મહત્વપૂર્ણ છે.

પોટેશિયમનું પાવરહાઉસ

કેરી પોટેશિયમની ભરપૂર છે, આ ખનીજ નર્વસ સિસ્ટમ, સ્નાયુ સંકોચનને કંટ્રોલ કરવામાં અને હાર્ટનું સ્વાસ્થ્ય સુધારવામાં મદદ કરે છે. કેરીમાં રહેલ મેન્ગીફેરીન જેવા પોલિફીનોલ્સને કારણે મજબૂત એન્ટીઑકિસડન્ટ ગુણધર્મો પણ ધરાવે છે, જે તમારા કોષોને નુકસાનથી બચાવે છે.

ફાઇબરથી ભરપૂર

કેરી ડાયેટરી ફાઇબરનો સારો સ્ત્રોત છે, જે પાચનમાં મદદ કરે છે, કબજિયાત અટકાવે છે અને હ્રદયરોગ અને ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે.

કેરીમાં કેટલું નેચરલ સુગર હોય છે?

કેરી પોષકતત્વોનું પાવરહાઉસ છે, તેમાં ખાંડની સામગ્રીનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે. 100 ગ્રામ દીઠ આશરે 14 ગ્રામ નેચરલ સુગર અન્ય ફળોની તુલનામાં સુગર વધુ હોઈ શકે છે. તેથી ડાયાબિટીસ દર્દીઓએ સેવન કરતી વખતે ધ્યાન રાખવું જરૂરી છે.

કેરીના 100 ગ્રામ સર્વિંગમાં કેલરી પ્રમાણમાં ઓછી હોય છે.તેથી તે સંતુલિત આહારમાં યોગ્ય ઉમેરો બની શકે છે. કેરી બળતરા વિરોધી, કેન્સર વિરોધી અને હૃદય-રક્ષણાત્મક અસરો સાથે વિવિધ ફાયદાકારક ફાયટોકેમિકલ્સ પણ ધરાવે છે.

શું ધ્યાન રાખવું?

હેલ્થ એક્સપર્ટ અનુસાર “કેરી ખાવાનો શ્રેષ્ઠ સમય કયો છે તે એક ચર્ચાસ્પદ વિષય છે, પરંતુ તે મોટાભાગે નાસ્તામાં લઇ શકાય છે કારણ કે દિવસ દરમિયાન વધારાની સુગર બર્ન થઇ શકે છે.”

તમારા રોજિંદા આહારમાં કેરીનો સમાવેશ કરી શકાય છે ખાસ કરીને નાસ્તામાં. તે સ્વાસ્થ્ય સુધાર માટે સારું હોઈ શકે છે. જો કે, એક્સપર્ટએ સલાહ આપી હતી કે મધ્યસ્થતા ચાવીરૂપ છે, ખાસ કરીને જે ડાયાબિટીસના દર્દીઓ છે તેઓ ખાસ ધ્યાન રાખવાની જરૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *