આજે વિશ્વ સાયકલ દિવસ છે

દર વર્ષે ૩ જૂને વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવે છે. જો કોઈ વ્યક્તિ નિયમિત સાયકલ ચલાવે છે, તો તે માત્ર ફીટ જ નહીં પરંતુ શરીરને સ્વસ્થ પણ રાખી શકે છે.

World Bicycle Day 2024 : કેમ મનાવવામાં આવે છે વિશ્વ સાયકલ દિવસ, જાણો મહત્વ અને ઇતિહાસ

દર વર્ષે ૩ જૂને વિશ્વ સાયકલ દિવસ ઉજવવામાં આવે છે. તેને મનાવવાનો મુખ્ય હેતુ લોકોને સાયકલ ચલાવવાના ફાયદાઓ વિશે જણાવવાનો છે. જો કોઈ વ્યક્તિ નિયમિત સાયકલ ચલાવે છે, તો તે માત્ર ફીટ જ નહીં પરંતુ શરીરને સ્વસ્થ પણ રાખી શકે છે. આવી સ્થિતિમાં આ દિવસની શરૂઆત ક્યારે થઈ તે વિશે જાણવું મહત્વપૂર્ણ છે. અમે તમને જણાવીશું કે વિશ્વ સાયકલ દિવસની શરૂઆત ક્યારે થઈ અને તેનું શું મહત્વ છે.

World Bicycle Day | Pedal-powered diaries: BYJUites on their cycling  adventures

વિશ્વ સાયકલ દિવસ ઈતિહાસ

Just Like Life, Riding My Bike Doesn't Always Make But, 44% OFF

 

યુએન દ્વારા દર વર્ષે ૩ જૂનના રોજ વિશ્વ સાયકલ દિવસ મનાવવા આવે છે. ૨૦૧૮માં આ દિવસ પહેલીવાર ઉજવવામાં આવ્યો હતો. આ દિવસની શરૂઆત ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા કરવામાં આવી હતી. ૩ જૂન ૨૦૧૮ના રોજ એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં યુએનના અધિકારીઓ તેમજ એથ્લીટ્સ સહિત ઘણા લોકોએ ભાગ લીધો હતો.

સાયકલ દિવસ મનાવવાનો પ્રસ્તાવ અમેરિકાના મોંટગોમરી કોલેજના પ્રોફેસર લેસ્જેક સિબિલ્સકીએ આપ્યો હતો. આ પછી સિબિલ્સકી અને તેમના સાથીઓ દ્વારા પ્રચાર-પ્રસાર કરવામાં આવ્યો. જે પછી આ દિવસ મનાવવાની શરૂઆત થઈ હતી.

આવી સ્થિતિમાં આ લોકોને માત્ર સાયકલિંગના મહત્વ વિશે જ જણાવવામાં આવ્યું ન હતું, પરંતુ સાયકલિંગની આરોગ્ય પર થતી સકારાત્મક અસરો વિશે પણ જાગૃત કરવામાં આવ્યા હતા. ત્યારથી ૩ જૂને વિશ્વ સાયકલ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

વિશ્વ સાયકલ દિવસ મહત્વ

આ દિવસની ઉજવણી પાછળનો હેતુ સંયુક્ત રાષ્ટ્રના આધારે વિશ્વના વિવિધ દેશોને પ્રોત્સાહિત કરવાનો છે કે તેઓ વિકાસની વ્યૂહરચના બનાવે કે આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રીય સ્તરે કાર્યક્રમો કરે અને તેમાં સાયકલોનો સમાવેશ કરે. આ ઉપરાંત પદયાત્રીઓ સાથે કામગીરીની સલામતીને પણ પ્રોત્સાહન આપવાનું છે. આ દિવસ આપણને સાયકલના વ્યાપને પ્રોત્સાહન આપવા માટે પ્રોત્સાહિત કરે છે. તે તમને સાયકલને તમારા જીવનનો એક ભાગ બનાવવા માટે પણ પ્રેરણા આપે છે.

સાયકલ સૌથી સસ્તુ વાહન છે. તેના ઘણા ફાયદા છે. તેમાં પેટ્રોલની જરૂર રહેતી નથી. જેથી આર્થિક અને પર્યાવરણની દ્રષ્ટીએ સુરક્ષિત છે. સાયકલ ચલાવવાથી શરીરને પણ ઘણા ફાયદા થાય છે. ઇમ્યુનિટી વધે છે, બોડી ફિટ રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *