લોકસભાની ચૂંટણીના પરિણામને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ગુજરાતભરની તમામ બેઠકો પર રિઝલ્ટ માટે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
)
અમદાવાદ લોકસભા બેઠકની વાત કરીએ તો અમદાવાદમાં લોકસભા ચૂંટણીની મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. અમદાવાદમાં ૨ સેન્ટર પર મત ગણતરી કરવામાં આવશે. ગુજરાત કોલેજ અને LD એન્જિનીયરિંગ કોલેજ ખાતે થશે મત ગણતરી કરવામાં આવશે. બંને સેન્ટર પર થ્રી લેયર સુરક્ષા ગોઠવાઈ ગઈ છે.
આ સાથે જ બન્ને સેન્ટર પર સ્થાનિક પોલીસ, SRP અને BSFના જવાનોની તૈનાત કરાયા છે. મતગણતરીના બંને સેન્ટર પર DCP, PI, પોલીસ કર્મી સહિત ૧૨૦૦ કર્મચારી તૈનાત રહેશે તૈનાત. સુરક્ષાને લઇ કોઈ ચૂક ન થાય તે માટે સેન્ટરના ગેટ સુધી પોલીસ કર્મચારી, ગેટની અંદર SRP અને ગણતરીવાળા રૂમની અંદર અને બહાર સેન્ટ્રલ આમર્ડ્ પોલીસ ફોર્સ પણ તૈનાત રહેશે.
આ વખતે સૌથી વિવાદાસ્પદ રહેલ રાજકોટ બેઠકની સુધી જોઈએ તો,રાજકોટના કણકોટ એન્જીનીયરિંગ કોલેજ ખાતે મતગણતરી થશે. મતગણતરી સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. સૌ પ્રથમ ૨૬ ટેબલમાં થશે પ્રથમ પોસ્ટલ બેલેટથી મત ગણતરી થશે. ત્યારબાદ ઇવીએમમાં દરેક વિધાનસભા દીઠ ૧૪-૧૪ ટેબલ પર મતગણતરી હાથ ધરવામાં આવશે.
મહત્વનું છે કે, બેઠક પર કુલ ૧૨,૫૮,૯૦૫ મતની ગણતરી થશે. રાજકોટ લોકસભા બેઠકમાં ૧૨,૬૦૦ જેટલા મત પોસ્ટલ મારફત પડ્યા છે અને ૫૯.૬૦ % થયું છે મતદાન થયું છે. મતગણતરી સવારે ૦૮:૦૦ વાગ્યે શરૂ થશે અને બપોરના 1 વાગ્યા સુધીમાં પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે તેમ જાણવા મળેલ છે.
આ વખતે રાજકોટની ચર્ચાસ્પદ બનેલ લોકસભા બેઠકને લઈ ગરમાગરમી જોવા મળી શકે છે. કારણકે રૂપાળાનું વિવાદાસ્પદ નિવેદનને કારણે થયેલા ક્ષત્રિય આંદોલનને પગલે ભાજપને ફટકો પણ પડી શકે છ. માટે ત્યાંના પરિણામ પર કોઈની નજર છે.