ઉત્તર પ્રદેશ લોકસભા ચૂંટણી ૨૦૨૪ પરિણામની વાત કરવામાં આવે તો ઇન્ડિયા ગઠબંધન આગળ ચાલી રહ્યું છે, ભાજપને ઘણી સીટોનું નુકસાન છે.

લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામ સામે આવી રહ્યા છે. જેમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે. ઉત્તર પ્રદેશમાં લોકસભાની વાત કરવામાં આવે તો ઇન્ડિયા ગઠબંધન આગળ ચાલી રહ્યું છે. ભાજપને ઘણી સીટોનું નુકસાન થઇ રહ્યું છે.
ઉત્તર પ્રદેશમાં શરૂઆતના વલણ પ્રમાણે ૮૦ સીટોમાંથી ભાજપ ૩૩ સીટો પર આગળ ચાલી રહી છે. સપા ૩૮, કોંગ્રેસ ૭, આરએલડી ૧ અને આઝાદ સમાજ પાર્ટી ૧ સીટ પર આગળ ચાલી રહી છે. ઈન્ડિયા ગઠબંધન ૪૫ સીટો પર આગળ ચાલી રહ્યું છે.