ગુજરાતમાં લોકસભા ચૂંટણીના પરિણામોમાં ભાજપ સાથે કોંગ્રેસનું પણ ખાતું ખૂલ્યું છે. જેમાં બનાસકાંઠામાં ભારે રસાકસી બાદ કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર વિજયી બન્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
જેમાં કોંગ્રેસ પ્રમુખ શકિતસિંહ ગોહિલે ટ્વિટ કરીને ગેનીબેન ઠાકોરને ૧૫,૦૦૦ મતથી જીતવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું છે કે ” અમારી બહેન ગેનીબેનને પંદર હજાર કરતા વધારે મતથી બનાસકાંઠાથી વિજયી થયા તે બદલ હાર્દિક અભિનંદન. “