ગુજરાત વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૪, માણાવદર, પોરબંદર, વિજાપુર, વાઘોડિયા અને ખંભાત બેઠક પર પેટા ચૂંટણી યોજાઇ હતી.

લોકસભા ચૂંટણી ૨૦૨૪ સાથે ગુજરાત વિધાનસભામાં 5 બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી. આ બેઠકોમાં માણાવદર, પોરબંદર, વિજાપુર, વાઘોડિયા અને ખંભાતનો સમાવેશ થાય છે. આ પાંચેય બેઠકો પર ભાજપે જીત મેળવી છે. પેટા ચૂંટણીમાં પોરબંદર બેઠક પરથી અર્જુન મોઢવાડિયાએ એક લાખ કરતા વધારે મતોથી જીત મેળવી છે. આ સિવાય ખંભાત, વિજાપુર, માણાવદર અને વાઘોડિયા બેઠક ઉપર પણ જીત મેળવી છે.
પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૪ – અર્જુન મોઢવાડિયાની જીત
પોરબંદર વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ ૧,૧૬,૮૦૮ મતોથી જીત મેળવી છે. અર્જુન મોઢવાડિયાને ૧,૩૩,૧૬૩ મતો મળ્યા છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર રાજુ ઓડેદરાને ફક્ત ૧૬,૩૫૫ મત મળ્યાં છે.
વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૪ – સીજે ચાવડાનો વિજય
વિજાપુર વિધાનસભા બેઠકની વાત કરવામાં આવે તો ભાજપ ઉમેદવાદર સી. જે. ચાવડાનો ૫૬,૨૨૮ મતોથી વિજય થયો છે. સીજે ચાવડાને ૧,૦૦,૬૪૧ મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પટેલને ૪૪,૪૧૩ મત મળ્યા છે.
વાઘોડિયા વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૪ – ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો વિજય
વાઘોડિયા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો ૮૨,૧૦૮ મતોથી વિજય થયો છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ૧,૨૭,૪૪૬ મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસ ઉમેદવાર કનુભાઈ ગોહિલને ૪૫.૩૩૮ મત મળ્યાં છે.
માણાવદર વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૪ – અરવિંદ લાડાણીની જીત
માણાવદર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણીનો ૩૧,૦૧૬ મતોથી વિજય થયો છે. અરવિંદ લાડાણીને ૮૨,૦૧૭ મત મળ્યા છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર હરિભાઈ કણસાગરાને ૫૧,૦૦૧ મત મળ્યા છે.
ખંભાત વિધાનસભા પેટા ચૂંટણી ૨૦૨૪ – ચિરાગ પટેલનો વિજય
ખંભાત વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ચિરાગ પટેલનો ૩૮,૩૨૮ મતોથી વિજય થયો છે. ચિરાગ પટેલને ૮૮,૪૫૭ મત મળ્યા છે. જ્યારે કોંગ્રસ ઉમેદવાર મહેન્દ્ર પરમારને ૫૦,૧૨૯ મત મળ્યાં છે.