મોદી ત્રીજી વખત બનશે વડાપ્રધાન.
લોકસભા ચૂંટણી પરિણામ જાહેર થઈ ગયા છે ત્યારે હવે નવી સરકાર બનાવવાની કવાયત પણ હાથધરવામાં આવી છે. સમાચાર આવી રહ્યા છે કે ૮ જૂનના રોજ નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે. અને નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બનશે.
વડાપ્રધાન મોદીએ બોલાવી કેબિનેટ બેઠક
આજે બેઠકોનો રાઉન્ડ દિલ્હીમાં ચાલુ રહેશે, જ્યાં એનડીએ સાંજે ૦૪:૦૦ વાગ્યે બેઠક યોજવા જઈ રહ્યું છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધનના પક્ષો સાંજે ૦૬:૦૦ વાગ્યે મંથન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કેબિનેટની બેઠક બોલાવી છે.