ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪: આયર્લેન્ડ સામે ભારતનો ૮ વિકેટે વિજય, રોહિત શર્માના ૫૨ રન
ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ ભારત વિ. આયર્લેન્ડ સ્કોર
બોલરોના શાનદાર પ્રદર્શન બાદ રોહિત શર્માની અડધી સદી (52)ની મદદથી ભારતે ટી ૨૦ વર્લ્ડ કપમાં આયર્લેન્ડ સામે ૮ વિકેટે વિજય મેળવી જીત સાથે અભિયાનની શરૂઆત કરી છે. આયર્લેન્ડ ૧૬ ઓવરમાં ૯૬ રનમાં ઓલઆઉટ થઇ ગયું હતું. જવાબમાં ભારતે ૧૨.૨ ઓવરમાં ૨ વિકેટ ગુમાવી પડકાર મેળવી લીધો હતો. ભારત હવે ૯ જૂને પાકિસ્તાન સામે રમશે. ભારત તરફથી હાર્દિક પંડ્યાએ સૌથી વધારે ૩ વિકેટ ઝડપી હતી. આ સિવાય અર્શદીપ સિંહ-બુમરાહે ૨ -૨ વિકેટ, જ્યારે સિરાજ અને અક્ષર પટેલે ૧-૧ વિકેટ ઝડપી હતી.
રોહિત શર્મા ભારત તરફથી સૌથી વધારે ટી ૨૦ મેચ જીતનાર કેપ્ટન બન્યો
રોહિત શર્મા ભારત તરફથી સૌથી વધારે ટી ૨૦ મેચ જીતનાર કેપ્ટન બની ગયો છે. રોહિત શર્માએ ૫૫ મેચમાં ૪૨ મેચમાં જીત મેળવી છે. આ પહેલા આ રેકોર્ડ ધોનીના નામે હતો. ધોનીએ ૭૨ મેચમાં ૪૧ મેચમાં જીત મેળવી હતી,
બન્ને ટીમો આ પ્રમાણે
ભારતીય ટીમ : રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ
આયર્લેન્ડ ટીમ : પોલ સ્ટર્લિંગ (કેપ્ટન), એન્ડ્રુ બાલ્બિર્ની, લોર્કન ટકર, હેરી ટેક્ટર, કર્ટિસ કેમ્ફર, જ્યોર્જ ડોકરેલ, ગેરેથ ડેલાની, માર્ક એડેર, બેરી મેકકાર્થી, જોશુઆ લિટલ, બેન્જામિન વ્હાઇટ.