રાહુલ ગાંધીના આરોપો પર પીયૂષ ગોયલે આપ્યો જવાબ

શેર માર્કેટ ભ્રષ્ટાચાર:: રાહુલ ગાંધીએ ચૂંટણીના એક્ઝિટ પોલ પછી ઉછળેલા અને ચૂંટણી પરિણામોમાં ક્રેશ થયેલા શેર બજારના મામલે ભાજપ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે.

શેર માર્કેટ ભ્રષ્ટાચાર : રાહુલ ગાંધીના આરોપો પર પીયૂષ ગોયલે આપ્યો જવાબ, કહ્યું- દેશને તેમના પર વિશ્વાસ નથી

કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીએ ચૂંટણીના એક્ઝિટ પોલ પછી ઉછળેલા અને ચૂંટણી પરિણામોમાં ક્રેશ થયેલા શેર બજારના મામલે ભાજપ પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. આ અંગે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે રાહુલ ગાંધી પર નિશાન સાધતા કહ્યું કે રાહુલની વાતને હવે કોઈ ગંભીરતાથી લેતું નથી.

રાહુલ ગાંધીના આરોપો અંગે ભાજપે કહ્યું કે રાહુલ ગાંધીના તમામ આરોપો પાયાવિહોણા છે. પીયૂષ ગોયલે કહ્યું છે કે રાહુલ ગાંધી રોકાણકારોમાં ડર પેદા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, જ્યારે સત્ય એ છે કે શેરબજારમાં દસ વર્ષથી સતત તેજી જોવા મળી રહી છે.

ભાજપ રાહુલને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે

Congress INDIA Alliance Meeting LIVE Updates; Rahul Gandhi Sharad Pawar |  Uddhav Thackeray - Mallikarjun Kharge | I.N.D.I.A ब्लॉक: TMC का दावा-  बीजेपी के सांसद-विधायक हमारे संपर्क में; राउत बोले ...

પીયૂષ ગોયલે કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી ભાજપને બદનામ કરવાનો પ્રયાસ કરી રહી છે, જ્યારે સત્ય એ છે કે હવે દેશ રાહુલ ગાંધીને ગંભીરતાથી લેતો નથી. પિયુષ ગોયલે કહ્યું કે FIIS એ એક્ઝિટ પોલના પરિણામો બાદ ખરીદી કરી હતી અને બજારમાં ઉતાર-ચઢાવ જોવા મળે છે, આ સામાન્ય વાત છે.

મોદી સરકારના વખાણ કરતા પીયૂષ ગોયલે કહ્યું કે ૧૦ વર્ષમાં માર્કેટ કેપ વધ્યું છે અને મોદી સરકારના શાસનમાં PSU શેર ૪ ગણો વધ્યો છે. શેરબજારમાં ફેરફારો થતા રહે છે અને ભારત વિશ્વના ટોચના 5 શેર બજારોમાંનું એક છે.

મોદી સરકારના કારણે શેરબજાર વધ્યું

Piyush Goyal asks suspended parliamentarians to apologise for their  'conduct' in Rajya Sabha- The Daily Episode Network

પીયૂષ ગોયલે કહ્યું છે કે ભારતની અર્થવ્યવસ્થાની ઉપલબ્ધિઓ સામાન્ય નથી. આખી દુનિયા આને ગંભીરતાથી લઈ રહી છે અને સમજી રહી છે. પીએમ મોદીના નેતૃત્વમાં દેશનો વિકાસ થઈ રહ્યો છે. પીયૂષ ગોયલે મોદી સરકારના વખાણ કરતા કહ્યું કે મોદી સરકારના કારણે શેરબજારમાં ઐતિહાસિક ઉછાળો આવ્યો છે. મ્યુચ્યુઅલ ફંડની મર્યાદા પણ વધીને રૂ. ૫૬,૦૦૦ કરોડ થઈ છે. ૧૦ વર્ષમાં શેરબજારમાં મૂડીકરણ વધ્યું છે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધીએ શેરબજારને લઈને કેન્દ્ર સરકાર પર અનેક આરોપો લગાવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર આરોપ લગાવતા તેમણે કહ્યું કે તેમની વિનંતી પર જ લોકોએ ચૂંટણી પરિણામો પહેલા શેર ખરીદ્યા અને પરિણામના દિવસે સામાન્ય માણસના 30 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *