હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે.
ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર આવ્યા છે. ગુજરાતવાસીઓને હવે આકરી ગરમીમાંથી રાહત મળી રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડવાની સંભાવના છે. વલસાડ, નવસારી, ડાંગ, દમણ દાદરા નગર હવેલી, છોટાઉદેપુરમાં વરસાદની શક્યતા છે. તો ત્રીજા દિવસથી સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શરૂઆત થશે અને ત્યારબાદ ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, અમદાવાદ સહીત રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે પ્રદેશના બાકીના જિલ્લાઓ અને દીવમાં શુષ્ક હવામાનની સંભાવના છે. આગમી પાંચ દિવસ ગુજરાતમાં વીજળીના કડાકા સાથે સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ પડવાની સંભાવના છે.