નેચરોપેથિક ડૉક્ટર ડૉ. જેનિન બૉરિંગએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કર્યો છે જેમાં ઉલ્લેખ કર્યો છે કે, “ક્યારેય એવી ટૂથપેસ્ટનો ઉપયોગ કરશો નહીં જે ટૂથપેસ્ટનું લેબલ SLS (સોડિયમ લૌરીયલ સલ્ફેટ) છે.”

સવારે ઉઠીને સૌથી પહેલા બ્રશ કરવામાં આવે છે, આપણને લાગે છે કે બ્રશ કરવામાં યુઝ કરવામાં આવતી બધી ટૂથપેસ્ટ સમાન રીતે બનાવવામાં આવી છે. ઘણી ટૂથપેસ્ટમાં એક સામાન્ય ઘટક છે જે નુકસાન કરી શકે છે. શું તમે ક્યારેય સોડિયમ લૌરીયલ સલ્ફેટ વિશે સાંભળ્યું છે? અહીં જાણો

નેચરોપેથિક ડૉક્ટર ડૉ. જેનિન બૉરિંગએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કર્યો છે જેમાં ઉલ્લેખ કર્યો છે કે, “ક્યારેય એવી ટૂથપેસ્ટનો ઉપયોગ કરશો નહીં જે ટૂથપેસ્ટનું લેબલ SLS (સોડિયમ લૌરીયલ સલ્ફેટ) છે.”
ડેન્ટિસ્ટના જણાવ્યા અનુસાર “ સોડિયમ લૌરીયલ સલ્ફેટ (SLS) એ ડિટર્જન્ટ અને સર્ફેક્ટન્ટ છે જેનો ઉપયોગ પર્સનલ કેર અને સફાઈમાં થાય છે. તે તેના સફાઇ અને ફોમિંગ ગુણધર્મો માટે જાણીતું છે. તે દાંત અને પેઢામાંથી વેસ્ટને દૂર કરવામાં પણ મદદ કરે છે. જો કે, કેટલાક લોકોને SLS ની સેન્સિટિવિટી હોઈ શકે છે અને બળતરા અનુભવી શકે છે, તેથી SLS- ફ્રીટૂથપેસ્ટ ઓપ્શન ઉપલબ્ધ છે તેનો ઉપયોગ કરવો.”
સોડિયમ લૌરીલ સલ્ફેટ ધરાવતી ટૂથપેસ્ટના ઉપયોગથી થતા નુકસાન
ડોકટરે કહ્યું કે SLS સાથે ટૂથપેસ્ટનો ઉપયોગ કરવાથી કેટલીક વ્યક્તિઓને બળતરા અથવા સેન્સિટિવિટી થઈ શકે છે. SLS મોંની અંદરની સ્કિનને બળતરા કરી શકે છે, જેનાથી ચાંદા થઇ શકે અથવા ડ્રાયનેસ થાય છે.
કેટલીક વ્યક્તિને તેનાથી એલર્જી થઈ શકે છે, તેઓ સોજો અથવા ખંજવાળ જેવા વધુ ગંભીર લક્ષણોનો અનુભવ કરી શકે છે. એસએલએસ (SLS) કાર્સિનોજેનિક ( કેન્સર સંભવિત) હોવાના કેટલાક અહેવાલો છે પરંતુ તેને કેન્સર સાથે જોડતા કોઈ નોંધપાત્ર વૈજ્ઞાનિક પુરાવા નથી.
SLS થી બળતરા થઇ શકે છે અને દાંત અથવા પેઢાંમાં સેન્સિટિવિટીની સમસ્યાઓ વધારી શકે છે. તે પેઢામાં લાલાશ અને સોજો જેવા લક્ષણોનું કારણ બની શકે છે.
એવા પુરાવા છે કે જે સૂચવે છે કે કેટલીક વ્યક્તિઓમાં SLS ચાંદા (અલ્સર) ના બનાવોમાં વધારો કરી શકે છે. આ એટલા માટે છે કારણ કે SLS મોંમાં રક્ષણાત્મક મ્યુકોસ સ્તરને વિક્ષેપિત કરી શકે છે, જે તેને બળતરા અને અલ્સરેશન માટે વધુ સેન્સિટિવ બનાવે છે. SLS મોના પોલાણમાં કુદરતી તેલને દૂર કરીને ડ્રાયનેસ વધારી શકે છે. ડ્રાય મોં વધુ સેન્સિટિવિટી તરફ દોરી શકે છે.
વૈજ્ઞાનિક સંશોધન શું કહે છે?
યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA), યુરોપિયન મેડિસિન એજન્સી (EMA), અને કોસ્મેટિક ઇન્ગ્રેડિયન્ટ રિવ્યુ (CIR) સહિતની મુખ્ય હેલ્થ અને નિયમનકારી સંસ્થાઓએ SLS ની સલામતીને રીવ્યુ કરી છે. આ સંસ્થાઓએ તારણ કાઢ્યું છે કે SLS ટૂથપેસ્ટ સહિતની પર્સનલ કેર પ્રોડક્ટમાં તેનો ઉપયોગ સલામત છે.
સંશોધન એ ધારણાને સમર્થન આપતું નથી કે SLS કાર્સિનોજેનિક છે. અભ્યાસોએ દર્શાવ્યું છે કે SLS મ્યુટેજેનિક નથી (આનુવંશિક પરિવર્તનનું કારણ નથી) અને કેન્સરનું કારણ નથી. ઓરલ કેર પ્રોડક્ટસમાં ઉપયોગમાં લેવાતા SLS ની સાંદ્રતા નિયમનકારી સત્તાવાળાઓ દ્વારા નક્કી કરાયેલ સલામતી માર્જિનની અંદર હોવી જોઈએ.”
SLS- ધરાવતી ટૂથપેસ્ટને બદલે આ ટૂથપેસ્ટ યુઝ કરો
- SLS-મુક્ત ટૂથપેસ્ટ પસંદ કરો: બળતરાના જોખમને ઘટાડવા માટે ખાસ કરીને “SLS-ફ્રી” તરીકે લેબલવાળી ટૂથપેસ્ટ જુઓ.
- ડેન્ટિસ્ટની સલાહ લો: જો તમને સતત બળતરા અથવા સેન્સિટિવિટીનો અનુભવ થાય છે, તો ડેન્ટલ પ્રોફેશનલની સલાહ લો. તેઓ યોગ્ય પ્રોડક્ટ ની ભલામણ કરી શકે છે અને તમારી ચોક્કસ જરૂરિયાતોને અનુરૂપ સલાહ આપી શકે છે.
- બ્રશ બરાબર કરવું : ખંજવાળનું જોખમ ઘટાડવા અને એકંદર ઓરલ હેલ્થને સુધારવા માટે હળવા બ્રશિંગ અને ફ્લોસિંગ ટેક્નિક સાથે સારી મૌખિક સ્વચ્છતા જાળવો.