પીએમ મોદી ૩.o સરકારમાં કેબિનેટ મિનિસ્ટર, રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલો અને રાજ્યકક્ષા મંત્રીઓએ શપથ લીધા, હવે કોને કયું મંત્રાલય મળ્યું તે જોઈએ.

પીએમ મોદીએ સતત ત્રીજી વખત રવિવારે ભારતના પ્રધાનમંત્રી પદ માટે શપથ ગ્રહણ કર્યા હતા. તેમની સાથે એનડીએ ગઠબંધન સરકારના ૭૧ સાંસદોએ મંત્રી પદ માટે શપથ ગ્રહણ કર્યા હતા. જેમાં ૩૦ કેબિનેટ કક્ષાના મંત્રી, પાંચ રાજ્યમંત્રી નો સ્વતંત્ર હવાલો અને 36 રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. શપથ ગ્રહણના બીજા દિવસે મંત્રીઓને ખાતાની વહેંચણી કરી દેવામાં આવી છે.
પીએમ મોદીએ સતત ત્રીજી વાર પ્રધાનમંત્રી પદના શપથ લીધા અને ત્રીજા કાર્યકાળની સરકાર ચલાવવાનો કાર્યભાળ સંભાળ્યો છે.
પ્રધાનમંત્રી | મંત્રાલય |
નરેન્દ્ર મોદી | કર્મચારી મંત્રાલય, જાહેર ફરિયાદ અને પેન્શન, અણુ ઊર્જા વિભાગ, અવકાશ વિભાગ, તમામ મહત્વપૂર્ણ નીતિ મુદ્દાઓ અને અન્ય તમામ પોર્ટફોલિયો જે કોઈને ફાળવવામાં આવ્યા નથી |
મોદી સરકાર કેબિનેટ મંત્રી અને મંત્રાલય
મોદી સરકારના કેબિનેટમાં કેટલાક જૂના ચહેરાઓ છે તો કેટલાક નવા ચહેરાઓનો સમાવેશ થયો છે. જેમાં એનડીએ ગઠબંધનના જેડીયુ, ટીડીપી, લોજપા, એચઆરએમ સહિતની પાર્ટીઓના સાંસદ સભ્યોને કેબિનેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. મોદી સરકાર ૩.૦માં કોને કયા ખાતા મળ્યા તે વિશે જાણીએ.
કેબિનેટ મંત્રીઓ | મંત્રાલય |
રાજનાથ સિંહ | રક્ષા મંત્રી |
અમિત શાહ | ગૃહ મંત્રી અને સહકાર મંત્રી |
નીતિન ગડકરી | રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રી |
જેપી નડ્ડા | આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી, રસાયણ અને ખાતર મંત્રી |
શિવરાજસિંહ ચૌહાણ | કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી અને ગ્રામીણ વિકાસ મંત્રી |
નિર્મલા સીતારામન | નાણા મંત્રી અને કોર્પોરેટ બાબતોના મંત્રી |
ડૉ. એસ. જયશંકર | વિદેશ મંત્રી |
મનોહર લાલ ખટ્ટર | આવાસ અને શહેરી બાબતોના મંત્રી અને ઉર્જા મંત્રી |
એચ ડી કુમારસ્વામી | ભારે ઉદ્યોગ મંત્રી અને સ્ટીલ મંત્રી |
પિયુષ ગોયલ | વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી |
ધર્મેન્દ્ર પ્રધાન | શિક્ષણ મંત્રી |
જીતન રામ માંઝી | સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રી |
રાજીવ રંજન સિંહ | પંચાયતી રાજ મંત્રી અને મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રી |
સર્વાનંદ સોનોવાલ | બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રી |
ડૉ. વીરેન્દ્ર કુમાર | સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રી |
કિંજરાપોર આર નાયડુ | નાગરિક ઉડ્ડયન મંત્રી |
પ્રહલાદ જોષી | ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રી અને નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી. |
જુઅલ ઓરમ | આદિજાતિ બાબતોના મંત્રી |
ગિરિરાજ સિંહ | કાપડ મંત્રી |
અશ્વિની વૈષ્ણવ | રેલવે મંત્રી, માહિતી અને પ્રસારણ મંત્રી અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રી |
જ્યોતિરાદિત્યા સિંધિયા | સંચાર મંત્રી અને પૂર્વોત્તર ક્ષેત્ર વિકાસ મંત્રી |
ભૂપેન્દ્ર યાદવ | પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી |
ગજેન્દ્ર સિંહ શેખાવત | સંસ્કૃતિ મંત્રી અને પર્યટન મંત્રી |
અન્નપૂર્ણા દેવી | મહિલા અને બાળ વિકાસ મંત્રી |
કિરણ રિજિજુ | સંસદીય બાબતોના પ્રધાન અને લઘુમતી બાબતોના પ્રધાન |
હરદિપસિંહ પુરી | પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી |
ડૉ.મનસુખ માંડવિયા | શ્રમ અને રોજગાર મંત્રી અને યુવા બાબતો અને રમતગમત મંત્રી |
જી કિશન રેડ્ડી | કોલસા મંત્રી અને ખાણ મંત્રી |
ચિરાગ પાસવાન | ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રી |
સી આર પાટીલ | જલ શક્તિ મંત્રી |
મોદી સરકાર રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલો
મોદી સરકારના કેબિનેટમાં રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલામાં પાંચ મંત્રીઓના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં રાવ ઈન્દ્રજીત સિંહ, ડો. જીતેન્દ્રસિંહ, અર્જુન રામ મેગવાલ, પ્રતાપ રાવ જાધવ અને જયંત ચૌધરીનો સમાવેશ થાય છે.
રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલો | મંત્રાલય |
રાવ ઈન્દ્રજીત સિંહ | આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), આયોજન મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને સંસ્કૃતિ મંત્રાલયમાં રાજ્ય મંત્રી. |
ડૉ જીતેન્દ્રસિંહ | વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો), પ્રધાનમંત્રી કાર્યાલયમાં રાજ્ય મંત્રી, રાજ્યમાં રાજ્ય મંત્રી કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલય, ભારતમાં અણુ ઉર્જા વિભાગ અને અવકાશ વિભાગમાં રાજ્ય મંત્રી. |
અર્જુન રામ મેઘવાલ | કાયદા અને ન્યાય મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને સંસદીય બાબતોના મંત્રાલયમાં રાજ્ય મંત્રી. |
પ્રતાપ રાવ જાધવ | આયુષ મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી. |
જયંત ચૌધરી | કૌશલ્ય વિકાસ અને સાહસિકતા મંત્રાલયના રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) અને શિક્ષણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી. |
મોદી સરકાર રાજ્યકક્ષાના મંત્રી અને મંત્રાલય
જો રાજ્યકક્ષાના મંત્રીઓની વાત કરીએ તો, ૩.૦ મોદી સરકારમાં ૩૬ સાંસદોને રાજ્યકક્ષા મંત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા છે. જેમાં રામદાસ આઠવલે, જીતેન પ્રસાદ, કેરળના પ્રથમ ભાજપ સાંસદ સુરેશ ગોપી, ગુજરાતના ભાવનગર બેઠકના સાંસદ નિમુબેન બાંભણિયા સહિતનો સમાવેશ કરવામાં આવ્યો છે.
રાજ્યકક્ષા મંત્રીઓ | મંત્રાલય |
જીતેન પ્રસાદ | વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્ય મંત્રી અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયમાં રાજ્ય મંત્રી. |
શ્રીપદ નાયક | પાવર મંત્રાલય અને નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયમાં રાજ્યમંત્રી |
પંકજ ચૌધરી | નાણા મંત્રાલયમાં રાજ્યમંત્રી |
કિશન પાલ | સહકાર મંત્રાલયમાં રાજ્ય મંત્રી. |
રામદાસ આઠવલે | સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી. |
રામનાથ ઠાકુર | કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી. |
નિત્યાનંદ રાય | ગૃહ મંત્રાલયમાં રાજ્ય મંત્રી. |
અનુ પ્રિયા પટેલ | આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અને રસાયણ-ખાતર મંત્રાલયમાં રાજ્ય મંત્રી. |
વી સોમન્ના | જલ શક્તિ મંત્રાલય અને રેલવે મંત્રાલયમાં રાજ્ય મંત્રી. |
ડૉ. ચંદ્રશેખર | ગ્રામીણ વિકાસ મંત્રાલય અને સંચાર મંત્રાલયમાં રાજ્ય મંત્રી. |
એસપી સિંહ બઘેલ | મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય અને પંચાયતી રાજ મંત્રાલયમાં રાજ્ય મંત્રી. |
શોભા કરણ રાજે | સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય અને શ્રમ અને રોજગાર મંત્રાલયમાં રાજ્ય મંત્રી. |
કીર્તિવર્ધન સિંહ | પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય અને વિદેશ મંત્રાલયમાં રાજ્ય મંત્રી. |
બી એલ વર્મા | ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય અને સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી. |
શાંતનુ ઠાકુર | બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયમાં રાજ્ય મંત્રી. |
સુરેશ ગોપી | પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય અને પ્રવાસન મંત્રાલયમાં રાજ્ય મંત્રી. |
ડૉ એલ મુરુગન | માહિતી અને પ્રસારણ મંત્રાલય અને સંસદીય બાબતોના મંત્રાલયમાં રાજ્ય મંત્રી. |
અજય તમટા | રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયમાં રાજ્ય મંત્રી. |
બંડી સંજય કુમાર | ગૃહ મંત્રાલયમાં રાજ્ય મંત્રી. |
કમલેશ પાસવાન | ગ્રામીણ વિકાસ મંત્રાલયમાં રાજ્ય મંત્રી. |
ભગીરથ ચૌધરી | કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી. |
સતીશચંદ્ર દુબે | કોલસા મંત્રાલયમાં અને ખાણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી. |
સંજય શેઠ | સંરક્ષણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી. |
રણજીત સિંહ | ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગ મંત્રાલય અને રેલવે મંત્રાલયમાં રાજ્ય મંત્રી. |
દુર્ગા દાસ ઉઇકે | આદિજાતિ બાબતોના મંત્રાલયમાં રાજ્ય મંત્રી. |
રક્ષા નિખિલ ખડસે | યુવા બાબતો અને રમતગમત મંત્રાલયમાં રાજ્ય મંત્રી. |
સુકાંતો મઝુમદાર | શિક્ષણ મંત્રાલય અને પૂર્વોત્તર ક્ષેત્રના વિકાસ મંત્રાલયમાં રાજ્ય મંત્રી. |
સાવિત્રી ઠાકુર | મહિલા અને બાળ વિકાસ મંત્રાલયમાં રાજ્ય મંત્રી. |
પોકણ શાહુ | આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયમાં રાજ્ય મંત્રી. |
ડૉ. રાજભૂષણ ચૌધરી | જલ શક્તિ મંત્રાલયમાં રાજ્ય મંત્રી. |
ભૂપતિ રાજુ વર્મા | ભારે ઉદ્યોગ મંત્રાલય અને સ્ટીલ મંત્રાલયમાં રાજ્ય મંત્રી. |
હર્ષ મલ્હોત્રા | કોર્પોરેટ બાબતોના મંત્રાલય અને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયમાં રાજ્ય મંત્રી. |
નિમુબેન બાંભણિયા | ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી. |
મુરલીધર | સહકાર મંત્રાલયમાં અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં રાજ્ય મંત્રી. |
જ્યોર્જ કુરિયન | લઘુમતી બાબતોના મંત્રાલય અને મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલયમાં રાજ્ય મંત્રી. |
પવિત્રા માર્ગારીટા | વિદેશ મંત્રાલય અને કાપડ મંત્રાલયમાં રાજ્ય મંત્રી. |
તમને જણાવી દઈએ કે, ૨૦૧૯માં ૨૬ કેબિનેટ મંત્રી, ત્રણ રાજ્યમંત્રી સ્વતંત્ર હવાલો અને ૪૩ રાજ્યકક્ષાના મંત્રી હતા. ઉલ્લેખનીય છે કે, મોદી ૨.૦ સરકારે ૭ જુલાઈ, ૨૦૨૧ ના રોજ મંત્રીમંડળનું વિસ્તરણ કર્યું હતું, જેમાં કેટલાક વિભાગોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા, નવા મંત્રાલયો ઉમેરવામાં આવ્યા હતા અને કેટલાક મંત્રીઓને પડતા પણ મૂકવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ભાજપના નેતૃત્વહેઠળ એનડીએ ગઠબંધને તાજેતરમાં સંપન્ન થયેલી લોકસભા ચૂંટણી ૨૦૨૪ માં ૨૯૩ બેઠકો જીતીને કેન્દ્ર સરકારના નેતા તરીકેનું પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે વિરોધ પક્ષ, ઈન્ડિયા ગઠબંધન, આગામી સંસદીય સત્ર માટે તેની સંખ્યા ૨૩૨ બેઠકો સુધી લઈ જવામાં સફળ રહી હતી.