જાંબુ અને બ્લુબેરી બન્ને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર ફળ છે, જો કે જાંબુમાં એન્થોકયાનિન વધુ હોય છે, જે કોષોને નુકસાન થતું અટકાવે છે જાંબુનું સેવન કરવાના અન્ય ફાયદા જાણો…

બ્લુબેરી ને ઘણીવાર એન્ટીઑકિસડન્ટોના રાજા તરીકે ગણાવવામાં આવે છે, પરંતુ ભારતીય ફળ જાંબુ ને ઘણી વાર અવગણવામાં આવે. જાંબુને ભારતીય બ્લેકબેરી તરીકે ઓળખવામાં આવે છે તે વાસ્તવમાં બ્લ્યુબેરી કરતા વધારે સસ્તું અને ઘણું સુલભ છે.
જાંબુ અને બ્લુબેરી બન્ને એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર ફળ છે, જો કે જાંબુમાં એન્થોકયાનિન વધુ હોય છે, જે કોષોને નુકસાન થતું અટકાવે છે. જોકે બ્લુબેરીમાં થોડી ઓછી કેલરી હોય છે. અહીં જાણો જાંબુ ખાવાથી કેટલા ફાયદા થાય છે,

જાંબુ : ફાઇબર્સ અને એન્ટીઑકિસડન્ટ્સ ભરપૂર
જાંબુમાં બ્લૂબેરી કરતાં વધુ ફાઇબર હોય છે, જે ડાયાબિટીસના દર્દીઓ માટે એક સારી પસંદગી છે કારણ કે જાંબુ લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે, લોહીમાં સુગર રિલીઝ થવાની પ્રકિયાને ધીમી કરવામાં મદદ કરે છે અને આંતરડાના સ્વાસ્થ્યને સુધારે છે. તેમાં એન્થોકયાનિન, ઈલાજિક એસિડ અને ફ્લેવોનોઈડ્સ સહિત વિવિધ બાયોએક્ટિવ સંયોજનો છે, જે એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મો ધરાવે છે. આ સંયોજનો ઇન્સ્યુલિનની સંવેદનશીલતાને સુધારવામાં, લોહીમાં શર્કરાનું સ્તર ઘટાડવામાં અને સ્વાદુપિંડના બીટા કોષોનું રક્ષણ કરવામાં મદદ કરે છે,સ્વાદુપિંડના બીટા કોષો ઇન્સ્યુલિનના ઉત્પાદન માટે જવાબદાર છે.
આ ઉપરાંત જાંબુમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે, એટલે કે તે લોહીમાં શર્કરાના સ્તર પર પ્રમાણમાં નજીવી અસર કરે છે. અભ્યાસ દર્શાવે છે કે જાંબુ ડાયાબિટીસના લક્ષણો જેમ કે અતિશય પેશાબને નિયંત્રિત કરી શકે છે અને તે પ્રી-ડાયાબિટીસ સ્ટેજમાં હોય તેવા લોકો માટે હેલ્ધી ગણાય છે.
વિટામિન્સ અને મિનરલ્સથી ભરપુર
જાંબુમાં વિટામિન સી, આયર્ન અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. આયર્ન હિમોગ્લોબિન કાઉન્ટ વધારવામાં મદદ કરે છે અને લોહીને કુદરતી રીતે શુદ્ધ કરે છે. પોટેશિયમ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. બ્લુબેરી વિટામિન K, મેંગેનીઝનો સમૃદ્ધ સ્ત્રોત છે પરંતુ તેમાં વિટામિન સી ઓછી માત્રામાં હોય છે. જાંબુમાં વધુ માત્રામાં સંયોજન હોય છે, જે કોલેસ્ટ્રોલ બનતું અટકાવે છે.
ફળમાં પણ સુગર હોય છે, તેથી તેની દૈનિક આહારમાં માત્રા પ્રમાણસરળ લેવું. અન્ય સીઝનલ ફ્રૂટ્સ અને શાકભાજીનો પણ સમાવેશ કરો જે તમારા શરીર માટે જરૂરી છે. આ ઉપરાંત, નાસ્તા તરીકે ૨ મીલની વચ્ચે ફળનું સેવન કરવું શ્રેષ્ઠ છે, એટલે કે તમે સાંજના સમયે અથવા સવારે ૧૦-૧૧ વાગે ફળનું સેવન કરી શકો છો. ડાયાબિટીસ ધરાવતા લોકો વધારે ધ્યાન રાખવાની જરૂર છે, જાંબુનું સેવન કર્યા પછી બ્લડ સુગર લેવલનું નિરીક્ષણ કરવું જોઈએ.