એક અધ્યયનમ અનુસાર જો તમે સવારે નાસ્તો નથી કરતા તો હૃદયરોગ સહિત ગંભીર બીમારીનું જોખમ વધી જાય છે.

સવારનો નાસ્તો એટલે કે બ્રેકફાસ્ટ એ દિવસની શરૂઆતનું આપણું પ્રથમ ભોજન છે. રાત્રે 10 કલાકના ઉપવાસ કર્યા પછી સવારે ફ્રેશ થયા પછી એક કલાક બાદ નાસ્તો કરવો જોઈએ. પરંતુ આપણી ચિંતા એટલી વધી ગઈ છે કે આપણે સવારે નાસ્તો છોડી દઈએ છીએ. મોટાભાગના લોકો બપોરના ભોજન સમયે દિવસનું પ્રથમ ભોજન ખાય છે. તમે જાણો છો કે સવારે નાસ્તો ન કરવાથી તમારા શરીર પર કેવી અસર પડે છે.
સવારે નાસ્તો ન કરવાની આડઅસર
જો તમે આખો દિવસ થાક અનુભવો છો, નાની-નાની વાતોની ચિંતા કરો છો, મૂડમાં ચીડિયાપણું અનુભવો છો, તો તેના માટે સવારનો નાસ્તો ન કરવાની તમારી આદત જવાબદાર છે. ઘણીવાર લોકો દિવસની શરૂઆત એક કપ કોફીથી કરે છે અને તેનાથી પેટ ભરે છે. નાસ્તો ન કરવાની અસર તમારા મૂડને સંપૂર્ણપણે અસર કરે છે. સવારનો નાસ્તો છોડવાથી શરીરમાં પોષક તત્વો ઓછા થાય છે અને રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે.
ન્યૂટ્રિઅન્ટ્સમાં ૨૦૨૨માં થયેલા એક અભ્યાસ મુજબ, બ્રેકફાસ્ટ ન કરવાથી ઇન્સ્યુલિન પ્રતિકાર અને વજન વધવાનું જોખમ વધી જાય છે. આવો જાણીએ બ્રેકફાસ્ટ સ્કિપ કરવાની અસર શરીર પર કેવી દેખાય છે અને શરીરને સ્વસ્થ રાખવા કયા ફૂડથી દિવસની શરૂઆત કરવી જોઇએ.
નાસ્તો છોડવાથી શરીર પર શું અસર થાય છે
જો તમે લાંબા સમય સુધી દરરોજ સવારમાં નાસ્તો નથી કરતા તો, તમે આખો દિવસ થાક, ચીડિયાપણું અને જ્ઞાનાત્મક કાર્યનો અભાવ અનુભવશો. ૨૦૨૦ ના એક અધ્યયનમાં જણાવવામાં આવ્યું છે કે જો તમે સવારે નાસ્તો નથી કરતા તો તમને હૃદયરોગનું જોખમ વધી જાય છે.

બ્રેકફાસ્ટ ન કરવાથી ગંભીર બીમારીનું જોખમ
2019નો અન્ય એક અભ્યાસ પણ સૂચવે છે કે નિયમિત રીતે નાસ્તો સ્ક્રીપ કરવાથી સ્થૂળતા, હાઈ બ્લડ પ્રેશર, હાઈ કોલેસ્ટ્રોલ અને ટાઇપ ૨ ડાયાબિટીસ જેવા રોગોનું જોખમ વધી શકે છે. એટલું જ નહીં, સવારે નાસ્તો ન કરવાથી માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. ૨૦૨૪માં લગભગ ૨૦,૦૦૦ અમેરિકનો પર હાથ ધરવામાં આવેલા એક અધ્યયનમાં સૂચવવામાં આવ્યું છે કે પ્રોસેસ્ડ ફૂડનું સેવન અને સવારે બ્રેકફાસ્ટ ન કરવાની ટેવ તમને ડિપ્રેશનનો શિકાર બનાવી શકે છે.
સવારે નાસ્તોમાં ક્યા ફૂડ્સનું સેવન કરવું?
દિવસની શરૂઆતમાં, ડાયટમાં એવા ફૂડ્સનો સમાવેશ કરવો જેમાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ્સ અને વિટામિન્સ અને ખનિજો જેવા પોષક તત્વો હોય. આ બધા પોષક તત્વો તમારા શરીરને સ્વસ્થ રાખે છે અને તમને આખો દિવસ ઉર્જાસભર લાગે છે.
ઓટમીલનું સેવન કરો
સવારના બ્રેકફાસ્ટમાં ફાઇબરથી ભરપૂર ઓટમીલનું સેવન કરો, દિવસભર તમે એનર્જેટિક રહેશો અને બ્લડ શુગરનું લેવલ પણ નોર્મલ રહેશે.
ઈંડા
પ્રોટીનથી ભરપૂર ઈંડા નાસ્તા માટે ઉત્તમ આહાર છે. તમે ઓમલેટ બનાવીને અથવા બોઇલ ઇંડાનું સેવન કરી શકો છો. ઈંડા ભૂખને શાંત કરે છે, શરીરને ઉર્જા આપે છે, માંસપેશીઓને મજબૂત અને વૃદ્ધિ કરવામાં મદદ કરે છે.
દહીં
પ્રોટીન અને પ્રોબાયોટિક્સથી સમૃદ્ધ દહીં બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ફૂડ છે. તે તમારી પાચનશક્તિ સુધારે છે અને ભૂખને નિયંત્રિત કરે છે.
રસદાર ફળ
એન્ટિઓક્સિડેન્ટ, વિટામિન્સ અને ફાઇબરથી ભરપૂર બેરીઝના સેવનથી સવારના નાસ્તામાં શરીરને પોષણ મળે છે અને આખો દિવસ શરીર ઊર્જાવાન રહે છે.
આખા અનાજ
સવારના નાસ્તામાં ફાઇબર અને જટિલ કાર્બોહાઇડ્રેટથી સમૃદ્ધ આખા અનાજનું સેવન કરવું જોઇએ. તે તમારું પેટ ભરેલું રહેશે, હેલ્થ સારી રહેશે અને પાચનક્રિયા પણ સુધરે છે.