સુરતના જહાગીરપુરામાં આવેલી રાજન રેસિડેન્સીમાં સામૂહિક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. મૃતકોમાં ૩ મહિલા અને એક વૃદ્ધનો સમાવેશ થાય છે.
સુરતના જહાગીરપુરામાં આવેલી રાજન રેસિડેન્સીમાં સામૂહિક આપઘાતનો બનાવ સામે આવ્યો છે. મૃતકોમાં ૩ મહિલા અને એક વૃદ્ધનો સમાવેશ થાય છે. ચારેય લોકોએ સામૂહિક આપઘાત કર્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાને પગલે આજુબાજુનાં ઘરમાંથી પણ લોકો એકત્ર થઈ ગયા છે. ઘટના પાછળનું કારણ હાલ અકબંધ છે. પોલીસે આજુબાજુનાં ઘરના લોકોનાં નિવેદન લેવાનું શરૂ કર્યું છે. જેમાં જાણવા મળ્યું કે, રાત્રે જમ્યા બાદ તમામ સૂઈ ગયા હતાં. જો કે સવારે ન જાગતાં શંકાના આધારે જગાડવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ જાગ્યા જ નહીં.