આજનું પંચાંગ

૧૬/૦૬/૨૦૨૪ રવિવાર, માસ જેઠ, પક્ષ સુદ, તિથિ દશમ, નક્ષત્ર હસ્ત સવારે ૧૧:૧૧ પછી ચિત્રા, યોગ વરિયાન, કરણ તૈતિલ, રાશિ કન્યા (પ.ઠ.ણ.) રાત્રે ૧૨:૩૪ પછી તુલા (ર.ત.)
આજ નું રાશિફળ

મેષ રાશિના જાતકો ખરીદ-વેચાણને લગતી બાબતોમાં વધુ પડતો વ્યવહાર ન કરો.
મેષ :
આપના કામમાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનાર વર્ગ મુશ્કેલી ઉભી કરવાના પ્રયાસ કરે. આકસ્મિક ખર્ચ-ખરીદી જણાય.
વૃષભ :
આપના રૂકાવટ-વિલંબમાં અટવાઈ પડેલા કામનો ધીરે ધીરે ઉકેલ આવતો જાય. પરદેશના કામકાજ અંગે મુલાકાત થાય.
મિથુન :
આપના કામકાજમાં પ્રતિકૂળતા રહે. આપના ગણત્રી-ધારણા પ્રમાણેનું કાર્ય થઈ શકે નહીં. વાહન ધીરે ચલાવવું.
કર્ક :
જૂના મિત્ર-સ્વજન કે સ્નેહી સાથે આકસ્મિક મિલન-મુલાકાત થવાથી આનંદ રહે. અડોશ-પડોશનું કામકાજ રહે.
સિંહ :
આપના કાર્યની સાથે કૌટુંબિક-પારિવારિક કામકાજમાં વ્યસ્ત રહો. કામનો ઉકેલ આવતાં આનંદ રહે. ધંધામાં આવક જણાય.
કન્યા :
આપના કાર્યની સાથે જાહેરક્ષેત્રના, સંસ્થાકીય કામમાં આપે વ્યસ્ત રહેવાનું થાય. મહત્ત્વના નિર્ણય લેવાના હોય તો લઈ શકાય.
તુલા :
આપે ધીરજ અને શાંતિ રાખીને દિવસ પસાર કરી લેવો. સીઝનલ ધંધામાં હરિફવર્ગ-ઇર્ષ્યા કરનારવર્ગની તકલીફ રહે.
વૃશ્ચિક :
આપની બુદ્ધિ-અનુભવ આવડત-મહેનતથી આપના કામનો ઉકેલ લાવી શકો. સીઝનલ ધંધામાં આકસ્મિક ઘરાકી આવી જાય.
ધન :
ઘર-પરિવાર, સગા-સંબંધીવર્ગ, મિત્રવર્ગના કામમાં આપે વ્યસ્ત રહેવું પડે. જમીન-મકાન-વાહનના કામ થઈ શકે.
મકર :
યાત્રા-પ્રવાસ, મિલન-મુલાકાતથી આનંદ-ઉત્સાહ રહે. ભાઈ-ભાડુંવર્ગના સાથ-સહકારથી કામકાજમાં સરળતા જણાય.
કુંભ :
કૌટુંબિક-પારિવારિક પ્રશ્ને ચિંતા-ઉચાટ-ખર્ચનું આવરણ આવી જાય. તબીયતની અસ્વસ્થતાને લીધે ઉચાટ-ઉદ્વેગ રહે.
મીન :
આપના અગત્યના કામનો ઉકેલ આવવાથી આપને રાહત જણાય. આપના કામમાં અન્યનો સહકાર મળી રહે.