ટી-૨૦ વર્લ્ડ કપમાં ભારત સુપર ૮ મેચ માં પહોંચી ગયું છે, તો જોઈએ હવે તેની કઈ ટીમ સાથે ક્યારે વેસ્ટ ઈન્ડિયમાં ટક્કર થશે.

ભારતીય ટીમ શનિવારે ફ્લોરિડાના લોડરહિલમાં કેનેડા સામે ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ માં તેની છેલ્લી ગ્રુપ મેચ રમવાની હતી, પરંતુ મેદાન ભીનું હોવાને કારણે આખરે આ મેચ રદ કરવામાં આવી હતી. આ મેચ રદ્દ થયા બાદ ભારત અને કેનેડાને એક-એક પોઈન્ટ આપવામાં આવ્યો હતો. આ એક પોઈન્ટ સાથે ભારતના ૪ મેચમાં કુલ ૭ પોઈન્ટ થયા હતા અને આ ટીમ ગ્રુપ A ના પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને જ યથાવત રહી હતી. ભારતીય ટીમે ગ્રુપમાં ટોચનું સ્થાન મેળવીને સુપર ૮ માં સ્થાન મેળવી લીધુ છે અને હવે સુપર 8 માં યોજાનારી મેચોનો વારો છે.
સુપર ૮ માં ભારતના મુકાબલા
ભારતીય ક્રિકેટ ટીમની સફર અમેરિકા લેગમાં ખતમ થઈ ગઈ છે અને હવે ટીમ વેસ્ટ ઈન્ડિઝ જશે. હવે ટીમ ઈન્ડિયાએ સુપર ૮ ની તમામ મેચ વેસ્ટ ઈન્ડિઝમાં જ રમવાની છે. ભારતીય ટીમ સુપર ૮ માં પોતાની પ્રથમ મેચ અફઘાનિસ્તાન સામે રમવાની છે. ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેની આ મેચ ૨૦ જૂને કેન્સિંગ્ટન ઓવલ, બ્રિજટાઉન, બાર્બાડોસમાં રમાવાની છે. આ પછી ટીમ ઈન્ડિયાએ ૨૨ જૂને સુપર ૮ માં તેની બીજી મેચ રમવાની છે. ૨૨ જૂને ભારતનો મુકાબલો ગ્રુપ ડીમાં બીજા સ્થાને રહેલી ટીમ સાથે થશે. ભારતની બીજી મેચ સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમ, નોર્થ સાઉન્ડ, એન્ટિગુઆમાં રમાશે.
ભારતીય ટીમ તેની ત્રીજી મેચ સુપર ૮ માં ઓસ્ટ્રેલિયા સામે રમશે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આ મેચ ૨૪ જૂને રમાશે અને બંને ટીમો વચ્ચેનો મુકાબલો ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, ગ્રોસ આઈલેટ, સેન્ટ લુસિયામાં થશે. સુપર ૮ માં ટીમ ઈન્ડિયાની તમામ મેચો ભારતીય સમય અનુસાર રાત્રે ૦૮:૦૦ વાગ્યાથી શરૂ થશે.
સુપર ૮ માં ભારતની મેચોનું શેડ્યૂલ
ભારત વિ અફઘાનિસ્તાન – ૨૦ જૂન, કેન્સિંગ્ટન ઓવલ, બ્રિજટાઉન, બાર્બાડોસ (૦૮:૦૦ PM IST)
India vs D2 – ૨૨ જૂન, સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમ, નોર્થ સાઉન્ડ, એન્ટિગુઆ (ભારતીય સમય મુજબ ૦૮:૦૦ વાગ્યે)
ભારત વિ ઓસ્ટ્રેલિયા – ૨૪ જૂન, ડેરેન સેમી નેશનલ ક્રિકેટ સ્ટેડિયમ, ગ્રોસ આઇલેટ, સેન્ટ લુસિયા (રાત્રે ૦૮:૦૦ વાગ્યાથી)
ટી-૨૦ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, ઋષભ પંત (વિકેટ-કીપર), સૂર્યકુમાર યાદવ, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ, યશસ્વી જયસ્વાલ, કુલદીપ યાદવ, સંજુ સેમસન, અરશદીપ સિંહ. યુઝવેન્દ્ર.