ભાજપે ચાર રાજ્યોમાં શરૂ કરી વિધાનસભા ચૂંટણીની તૈયારી

લોકસભા ચૂંટણીનું સમાપન થયા બાદ ભાજપે  તુરંત વિધાનસભા ચૂંટણીઓની તૈયારી શરૂ કરી દીધી છે. આ માટે ભાજપે ચાર રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની જવાબદારી સોંપવા માટે સાત દિગ્ગજ નેતાઓ એટલે કે પ્રભારીઓની નિમણૂક કરી દીધી છે.

ભાજપે ચાર રાજ્યોમાં શરૂ કરી વિધાનસભા ચૂંટણીની તૈયારી, આ સાત દિગ્ગજ નેતાઓને સોંપી મોટી જવાબદારી 2 - image

ભાજપે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ભુપેન્દ્ર યાદવને ચૂંટણી પ્રભારી તેમજ અશ્વિની વૈષ્ણવને સહ-પ્રભારીની જવાબદારી સોંપી છે. જ્યારે હરિયાણામાં ધર્મેન્દ્ર પ્રધાનને પ્રભારી અને બિપ્લવ દેબને સહપ્રભારી તેમજ ઝારખંડમાં શિવરાજ સિંહ ચૌહાણને પ્રભારી, હિમંતા બિસ્વા સરમાને સહપ્રભારી, જ્યારે જમ્મુ-કાશ્મીરની જવાબદારી કિશન રેડ્ડીને સોંપવામાં આવી છે.

મહારાષ્ટ્ર , હરિયાણા , ઝારખંડ અને જમ્મુ-કાશ્મીર માં આ વર્ષના અંત સુધીમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં ભાજપે ચારેય રાજ્યોમાં પ્રભાર અને સહ પ્રભારીની નિમણૂક કરી છે.

વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થતો હોવાથી ચૂંટણીની તૈયારી

Map For Bjp GIF - Map For Bjp - Discover & Share GIFs

  • મહારાષ્ટ્રમાં વિધાનસભાનો કાર્યકાળ આ વર્ષના અંતે સમાપ્ત થવાનો છે. આવી સ્થિતિમાં રાજ્યની ૨૮૮ બેઠકો પર ઓક્ટોબર અથવા તે પહેલા ચૂંટણી યોજાઈ શકે છે.
  • ઝારખંડમાં પાંચમી જાન્યુઆરી-૨૦૨૫ના રોજ વિધાનસભાનો કાર્યકાળ સમાપ્ત થઈ રહ્યો છે. ૮૧ બેઠકો ધરાવતા રાજ્યમાં ગત વખતે નવેમ્બર-ડિસેમ્બરમાં વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. આવી સ્થિતિમાં નવેમ્બર-ડિસેમ્બર અથવા તે પહેલા ચૂંટણી યોજાવાની સંભાવના છે.
  • હરિયાણામાં ત્રણ નવેમ્બર-૨૦૨૪ના રોજ વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. ગત વખતે અહીં ઓક્ટોબર-2019માં ચૂંટણી યોજાઈ હતી, તેથી આ વખેત પણ ઓક્ટોબર અથવા તે પહેલા ચૂંટણી થવાની સંભાવના છે.
  • જમ્મુ-કાશ્મીરમાં સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર-૨૦૨૪ સુધીમાં ચૂંટણી યોજવાનો આદેશ આપ્યો છે. આવી સ્થિતિમાં સપ્ટેમ્બર અથવા તે પહેલા વિધાનસભા ચૂંટણીઓ યોજાઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *