એનસીઈઆરટીના ડાયરેક્ટર દિનેશ સકલાનીએ જણાવ્યું હતું કે, ઈન્ડિયા અને ભારત શબ્દ વાપરવા વિશે ચર્ચા કરવી નકામી છે, કારણ કે બંધારણ આ બંનેને સમર્થન આપે છે.

ભારત માટે ઈન્ડિયા શબ્દ પણ ઉપયોગમાં લેવાય છે. ઘણી વખત ભારત કહેવું કે ઈન્ડિયા તે વિશે વાદવિવાદ થાય છે. તાજેતરમાંઈન્ડિયા અને ભારત શબ્દની પસંદગી અંગે એનસીઈઆરટીના ડિરેક્ટર દિનેશ સકલાનીએ મોટું નિવેદન આપ્યું છે. દિનેશ સકલાણીએ કહ્યું છે કે ઈન્ડિયા અને ભારત બંને શબ્દનો ઉપયોગ કરી શકાય છે.
પીટીઆઈને આપેલા ઈન્ટરવ્યુમાં દિનેશ સકલાનીએ કહ્યુ કે આ શબ્દો પર ચર્ચા નકામી છે, કારણ કે સંવિધાન બન્નેનું સમર્થન કરે છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે એનસીઇઆરટી ને તેના પાઠયપુસ્તકોમાં ઈન્ડિયા અથવા ભારત નો ઉપયોગ કરવામાં કોઈ વાંધો નથી.
દિનેશ સકલાનીએ કહ્યું કે, આપણી સ્થિતિ એ છે, જે આપણું બંધારણ કહે છે અને અમે તેનું સમર્થન કરીયે છીએ. આપણે ભારતનો ઉપયોગ કરી શકીએ છીએ, આપણે ઈન્ડિયાનો ઉપયોગ કરી શકીએ છીએ, શું સમસ્યા છે? એનસીઇઆરટીના ડિરેક્ટરની આ ટિપ્પણી ત્યારે આવી છે જ્યારે સામાજિક વિજ્ઞાન પરની એક ઉચ્ચ-સ્તરીય સમિતિ, જે શાળાના અભ્યાસક્રમને સુધારવા માટે કામ કરે છે, ગયા વર્ષે તમામ પાઠયપુસ્તકોમાં ઈન્ડિયા ના બદલે ભારત ની ભલામણ કરવામાં આવી હતી.
સમિતિએ ત્યારે કહ્યું હતું કે, “સમિતિએ સર્વાનુમતે ભલામણ કરી છે કે તમામ વર્ગના વિદ્યાર્થીઓ માટે પાઠયપુસ્તકોમાં ભારત નામનો ઉપયોગ થવો જોઈએ.” ભારત વર્ષો જૂનું નામ છે. ભારત નામનો ઉપયોગ વિષ્ણુ પુરાણ જેવા પ્રાચીન ગ્રંથોમાં કરવામાં આવ્યો છે, જે 7000 વર્ષ જૂના છે. ”
એનસીઇઆરટી પોતાના ધોરણ ૧૨ ની પોલિટિકલ સાયન્સમાં અમુક ક્ષતિઓને લઇ વિવાદમાં છે. પુસ્તકમાં અધ્યોય પ્રકરણમાં અબાબરી મસ્જિદનો કોઈ ઉલ્લેખ નથી. તેના બદલે તેને ત્રણ ગુંબજવાળું માળખું તરીકે વર્ણવવામાં આવે છે. દિનેશ સકલાનીએ રવિવારે ધ ઇન્ડિયન એક્સપ્રેસને આપેલા ઇન્ટરવ્યુમાં ગુજરાત રમખાણો અને બાબરી મસ્જિદ વિધ્વંસ બાદ થયેલી હિંસાને પુસ્તકમાંથી હટાવવાને યોગ્ય ઠેરવતા કહ્યું હતું કે નિષ્ણાત સમિતિને લાગે છે કે કેટલીક પસંદગીની બાબતોનો ઉલ્લેખ કરવો સારો નથી.
દિનેશ સકલાનીએ ધ ઇન્ડિયન એક્સપ્રેસને એમ પણ જણાવ્યું હતું કે અયોધ્યા પ્રકરણમાં સુધારા નિષ્ણાતોના અભિપ્રાય પર આધારિત છે અને આ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટના ૨૦૧૯ના ચુકાદાને જણાવવા માટે કરવામાં આવ્યા હતા.