વેટ લોસ માટે લોકો ડાયટિંગ અને વર્કઆઉટ જેવા ઘણા પ્રયાસ કરે છે. જો ડાયટ પર ધ્યાન આપવામાં આવે તો શરીરનું વજન ઘટાડવામાં સરળતા રહે છે.

વજન ઘટાડવા માટે સફરજન : વેટ લોસ કરવું સહેલું નથી. આ માટે તમારે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. જેમ કે પહેલા ડાયેટ અને પછી એક્સરસાઈઝ કરવી. પરંતુ સૌથી પહેલા તમારે ડાયટ પર જ ધ્યાન આપવું જોઇએ. ડાયટની વાત કરીએ તો તમારે અમુક એવા ફળોનું સેવન કરવું જોઇએ જે ઝડપથી વજન ઘટાડવામાં મદદ કરી શકે. જેમ કે સફરજન. સફરજનમાં ફાઇબર અને રફેજની સાથે ઘણા ગુણધર્મો હોય છે જે શરીર માટે ફાયદાકારક રહે છે. સફરજન ખાવાથી વજન વધે છે કે ઘટે છે? ચાલો આ વિશે વિગતવાર જાણીએ. ત્યાર પછી જાણીશું સફરજન ખાવાની યોગ્ય રીત….
સફરજન ખાવાથી વજન વધે છે કે ઘટે છે?
સફરજન ખાવાથી વજન ઘટે છે. કારણ કે તેમાં ફાઈબર અને રફેજ હોય છે જે પેટના મેટાબોલિક રેટને વધારવામાં મદદરૂપ છે. તે આંતરડાના કામકાજને ઝડપી બનાવે છે અને પછી વજન ઘટાડવામાં મદદ કરે છે. ઉપરાંત સફરજન કેલરી બર્ન કરવામાં પણ મદદરૂપ છે અને તે શરીરમાંથી ઝડપથી ફેટ દૂર કરવામાં મદદ કરે છે. એટલું જ નહીં રોજ 1થી 2 સફરજન ખાવાથી તમારું પેટ સાફ થાય છે અને વજન ઓછું થાય છે.

વજન ઘટાડવા માટે સફરજન કેવી રીતે ખાવું
વજન ઘટાડવા માટે તમે ઘણી રીતે સફરજન ખાઈ શકો છો, પરંતુ સૌથી અસરકારક રીત છે છાલ સાથે સફરજન ખાવું. જો તમારે વજન ઘટાડવું હોય તો સફરજનની છાલ કાઢીને ક્યારેય ન ખાવ. આનાથી તેમના ફાઇબર અને રફેજનું નુકસાન થાય છે અને શરીરને ખાસ ફાયદો થયો નથી. ઉપરાંત તેમા મેલિક એસિડ પણ હોય છે જે ધમનીઓને સ્ક્રબ કરીને ફેટ પાર્ટિકલ્સને ઝડપથી સાફ કરવામાં મદદ કરે છે.
વજન ઘટાડવા માટે સફરજન ક્યારે અને કેવી રીતે ખાવું?
શરીરનું વજન ઘટાડવા માટે તમારે સવારે ખાલી પેટે સફરજન ખાવું જોઇએ અને તે આખું ખાવું પડશે. તમે તેને સવારના નાસ્તામાં, દિવસ દરમિયાન અને રાત્રે ખાઈ શકો છો. આ રીતે સફરજન ખાવાથી હેલ્થ ને અઢળક લાભ થાય છે. આ ઉપરાંત તમે આ ફળને ચાટ કે સલાડમાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો.